સોમવાર 1 એપ્રિલ 2024થી VATનો થ્રેશોલ્ડ £85,000થી વધારીને £90,000 કરી તેમને રોકાણ કરવા અને વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહિત કરાતા 28,000 નાના બિઝનેસીસને VAT ચૂકવવાથી મુક્ત કરવામાં આવ્યા છે. સતત ચોથા વર્ષે નાના બિઝનેસ રેટના ગુણાંકને સ્થિર કરીને 10 લાખથી વધુ પ્રોપર્ટીઝને ઊંચા બિલોથી સુરક્ષિત કરવામાં આવી છે.
કર ઘટાડવાની યોજનાને વળગી રહી સખત મહેનતનું વળતર આપવા અને અર્થતંત્રમાં વૃદ્ધિ કરી સરકાર બ્રિટિશ બિઝનેસીસને ટેકો આપે છે. હાલમાં £4.3 બિલિયનની બિઝનેસ રેટ રાહત અમલમાં છે.
નાના બિઝનેસીસ એનર્જી બિલોમાં વાધારા સાથે, મોંઘવારીના દબાણનો સામનો કરી રહ્યા છે ત્યારે ચાન્સેલર જેરેમી હંટે સ્પ્રિંગ બજેટમાં વિવિધ પગલાંની જાહેરાત કરી હતી. બિઝનેસ રેટને સ્થિર કરવાથી દસ લાખથી વધુ દરદાતાઓને તેમનું બિલ 6.6% જેટલુ વધતુ અટકશે. આ મદદ ઓટમ સ્ટેટમેન્ટમાં જાહેર કરાયેલા £4.3 બિલિયન બિઝનેસ રેટ્સ સપોર્ટ પેકેજનો એક ભાગ છે જેમાં 230,000 રિટેલ, હોસ્પિટાલિટી અને લેઝર (RHL) પ્રોપર્ટીઝ માટે 75% રાહતના 12-મહિનાના વિસ્તરણનો સમાવેશ થાય છે, જે આજથી અમલમાં આવી રહ્યો છે.