બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યાં છે. 24 જાન્યુઆરીએ તેમણે અલીબાગના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. એવું જાણવા મળી રહ્યું છે કે લગ્નની વિધિની શરૂઆત સાંજે 6.30 વાગ્યાથી શરૂ થઈ અને રાત્રે 10.30 સુધી ચાલી હતી.
અહીં નોંધનીય છે કે વરુણ ધવન અને તેની ફેશન ડિઝાઇનર ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને તેમના લગ્નની ચર્ચા પણ ઘણાં સમયથી ચાલી રહી હતી. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા તેમના લગ્નમાં માત્ર 40 લોકોને આમંત્રણ હતું. આ લગ્નસમારંભ કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને કૃણાલ કોહલી પણ પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ, વરુણ ધવનના લગ્નમાં જમવાના મેન્યુમાં લેબનાન, મેક્સિકન અને ઈન્ડિયન ડિશ સામેલ કરવામાં આવી છે. વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નનું રિસેપ્શન તારીખ 2 ફેબ્રુઆરીએ મુંબઈની એક ફાઈવસ્ટાર હોટેલમાં યોજાશે. જેમાં તેઓના નજીકના લોકો અને બોલિવૂડના મિત્રો હાજરી આપશે.