જાણીતા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા એક નવી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર પ્રથમવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા નિતેશ તિવારી ઘણા સમયથી વરુણ ધવન સાથે કામ કરવા ઇચ્છતો હતો જે હવે આ ફિલ્મ દ્વારા તેની ઇચ્છા પુરી થશે.
આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ કરવાની યોજના છે. જોકે, નિતેશ તિવારીએ વરુણ ધવન સાથે એક સનકી નામની ફિલ્મ બનાવાની યોજના બનાવી હતી. જેમાં વરુણ ધવન એક વિકલાંગ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવવાનો હતો. પરંતુ આ ફિલ્મ કોરોનાના કારણે ટળી ગઇ હતી. જોકે વરુણ અને જાહ્નવીની જોડીની આ ફિલ્મ સનકી ફિલ્મના વિષય કરતાં અલગ જ વાર્તા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વરુણ અને જાહ્નવી શશાંક ખેતાનની ફિલ્મ મિસ્ટર લેલેમાં ભૂમિ પેડણેકર સાથે જોવા મળવાના હતા. પરંતુ કોઇ કારણસર વરુણને આ ફિલ્મ છોડવી પડી હતી.