અભિનેતા વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પોતાની લવસ્ટોરી માટે ચર્ચામાં છે. આ કપલને લઇને એક સમાચાર જાણવા મળ્યા છે.જોકે તેને સત્તાવાર પુષ્ટિ કરવામા ંઆવી નથી. એક રિપોર્ટના અનુસાર વરુણ અને નતાશા આ જ મહિને લગ્ન કરવાના છે. અલીબાગમાં તેઓ પંજાબી રીતરિવાજથી લગ્નબંધનમાં બંધાવાના છે. આ માટે તેમણે એક ફાઇવસ્ટાર હોટલ બુક કરી છે.
આ લગ્નમાં તેઓ ૨૦૦ મહેમાનોને આમંત્રણ આપવાના છે. ૨૦૧૮માં વરુણે નતાશા સાથેના સંબંધોને ઓફિશિયલ કરી દીધા હતા. બે વરસપહેલા જ તેમના લગ્નની તૈયારી શરૂ કરવામાં આવી હતી. ગયા વરસે નતાશાએ પહેલી કરવા ચોથ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. તે વરુણ સાથે કરવા ચોથના સેલિબ્રેશનમાં સુનીતા કપૂરના ઘરે જોવા મળી હતી. કહેવાય છે કે આ પ્રેમી પંખીડાએ સગપણ કરી નાખ્યું છે. આ પહેલા વરુણે કહ્યું હતુ ંકે, તેઓ નતાશા સાથે લિવઇન રિલેશનશિપમાં રહેવા માંગે છે. પરંતુ તેમનો પરિવાર તેમને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો છે. તેઓ થાઇલેન્ડમાં લગ્ન કરવાના હોવાની પણ વાત આવી હતી જોકે કર્યા નહોતા. હવે જોવાનું રહ્યું કે આ યુગલ ક્યારે મિંઢળબાંધે છે.