(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

યુવા અભિનેતા વરુણ ધવન ઇન્ટરનેશનલ વેબસીરિઝના પ્રોજેક્ટમાં કામ કરવાની ઓફર મળી છે. આ વેબસીરિઝનું નિર્માણ એવેન્જર્સવાળા રુસો બ્રધર્સ કરી રહ્યા છે. જેને રાજ અને ડીકે ડાયરેક્ટ કરશે. ઓરિજિનલ સિટાડેલ એક એકશન-એડવેન્ચર જાસૂસી સીરીઝ છે.

જેમાં પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડેન કામ કરી રહ્યા છે, જેનું શૂટિંગ લંડનમાં થઇ રહ્યું છે. સિટાડેલ મેઇન સીરીઝ છે અને અન્ય સ્થાનીય ભાષાઓમાં તેની સેટેલાઇટ સીરીઝનો સમાવેશ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિટાડેલનું શૂટિંગ ભારત, મેક્સિકો અને ઇટલીમાં કરવામાં આવશે.