ભાવનગર જિલ્લાના તલગાજરડામાં શ્રી ચિત્રકૂટધામ ખાતે પૂજ્ય મોરારિબાપુની સંનિધિમાં ૪થી ૬ એપ્રિલ દરમ્યાન શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવાશે. પ્રતિવર્ષ યોજાતા આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે વિવિધ ક્ષેત્રના 13 મહાનુભાવોની એવોર્ડથી વંદના કરાશે. જેમાં ૧. સંજય ઓઝા (અવિનાશ વ્યાસ એવોર્ડ) ૨. વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા એવોર્ડ) 3. અજીત ઠાકોર (વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ) ૪. ડૉ. નિરંજના વોરા (ભામતી, (સંસ્કૃત) એવોર્ડ) ૫. સ્વ. કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના એવોર્ડ) ૬. ચંપકભાઈ એલ. ગોડિયા (નટરાજ એવોર્ડ) ૭. અમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ, નાટક, નટરાજ એવોર્ડ) ૮. સુનીલ લહેરી (હિન્દી ટીવી શ્રેણી,નટરાજ એવોર્ડ) ૯. જેકી શ્રોફ (હિન્દી ફિલ્મ-નટરાજ એવોર્ડ) ૧૦. વિદુષી રમા વૈદ્યનાથન (ભરતનાટ્યમ,નૃત્ય, હનુમંત એવોર્ડ) ૧૧. ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય, હનુમંત એવોર્ડ) ૧૨. પંડિત રાહુલ શર્મા (સંતુર,શાસ્ત્રીય વાદ્યસંગીત, હનુમંત એવોર્ડ) ૧૩. પંડિત ઉદય ભવાલકર (શાસ્ત્રીય ગાયન-હનુમંત એવોર્ડ) મુખ્ય છે. રાત્રિ કાર્યક્રમો શ્રી ચિત્રકૂટધામની યુ ટ્યુબ ચેનલ પર જોઈ શકાશે અને એવોર્ડ વિતરણ સમારોહનું અસ્થા ટીવી પર પ્રસારણ થશે.