હાઉસ ઓફ કોમન્સમાં કોન્સ્ટિટ્યુએન્સી ગાર્ડન ઓફ રિમેમ્બરન્સમાં યોજાયેલા એક સમારોહમાં એમપી શૈલેષ વારાએ યુકેના બહાદુર પુરૂષો અને મહિલાઓ તેમજ ભારત અને કોમનવેલ્થમાંથી સેવા આપનારા ભારતીય સૈનિકોની સેવા અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી.
શ્રી વારાએ યુકેમાંથી સેવા આપનારાઓ માટે ક્રોસ લગાવેલો અને ભારતીયો માટે પરંપરાગત હિન્દુ ચિન્હ ઓમ ધરાવતા બે ટ્રિબ્યુટ પ્લાન્ક રોપ્યા હતા. શ્રી વારાને લાગ્યું હતું કે બ્રિટિશ સૈન્ય કર્મચારીઓને માન્યતા આપતી વખતે આપણે ભારતીય સૈનિકો અને અન્ય કોમનવેલ્થ દેશોના સૈનિકોને પણ યાદ કરવા જોઈએ જેઓ બ્રિટિશ સૈન્યની સાથે લડ્યા હતા.
શ્રી વારાએ કહ્યું હતું કે “11 નવેમ્બર ખાસ દિવસ છે જ્યારે આપણે સશસ્ત્ર દળોમાં સેવા આપનાર બ્રિટનના બહાદુર પુરુષો અને સ્ત્રીઓને યાદ કરીએ છીએ. દરેકને યાદ કરવા માટે બે ટ્રિબ્યુટ પ્લાન્ક રોપતા મને ખૂબ આનંદ થયો.”