નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ (NCB)એ દક્ષિણ ગુજરાતમાં મોટું કાર્યવાહી કરીને વાપીમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. NCBની ટીમે 2 આરોપીઓ પાસેથી 4.5 કિલોગ્રામ એમડી ડ્રગ્સ સાથે 85 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે.
વલસાડ જિલ્લાના વાપીના ડુંગરી ફળિયામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાયા બાદ NCBની 20 ટીમો ગુજરાતમાં કામે લાગી ગઈ હતી. NCB દ્વારા વલસાડ પોલીસની મદદથી છેલ્લા બે દિવસથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપીઓની ઓળખ પ્રકાશ પટેલ અને સોનુ રામ તરીકે થઈ હતી, જે પૈકી પ્રકાશ પટેલ વલસાડમાં રહે છે અને કેમિસ્ટ છે. આ આરોપીઓ સિન્થેટિક ડ્રગ્સ પર પ્રોસેસ બનાવીને તૈયાર કરેલ 4.5 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસે બે આરોપીની ધરપકડ કરીને તેમને અમદાવાદ લઈ આવી હતી.