બોહરિંગર ઇંગેલહમ યુકે અને આયર્લેન્ડના નવા કન્ટ્રી મેનેજિંગ ડિરેક્ટર અને હ્યુમન ફાર્માના વડા તરીકે જર્મની, યુનાઇટેડ સ્ટેટ્સ અને તાજેતરમાં જ ભારતમાં જનરલ મેનેજર તરીકે સફળ નેતૃત્વની ભૂમિકા ભજવનાર વાણી માંજાની નિમણૂક કરવામાં આવી છે.
11 વર્ષથી બોહરિંગર ઇંગેલહેમ સેવા આપતા વાણીએ પોતાની કારકિર્દી ભારતીય આર્મી ઓર્ડનન્સ કોર્પ્સમાં કમિશન્ડ ઓફિસર તરીકે કરી હતી. જેને પગલે બેક્ટન ડિકિન્સન અને મેકકિન્સેમાં તેમની લીડરશીપ રોલ માટે વરણી થઇ હતી. તેઓ વ્યૂહરચના, માર્કેટિંગ, વેચાણ, વ્યવસાય વિકાસ, પીપલ્સ મેનેજમેન્ટ, અને સાંસ્કૃતિક પરિવર્તનનો વ્યાપક અનુભવ ધરાવે છે અને આરોગ્યસંભાળની અસમાનતાઓનો સામનો કરવા અને એડવાન્સ સસ્ટેઇનેબલ હેલ્થકેરને આગળ વધારવા માટે ઉત્સાહી છે.
વાણીએ ફિલાડેલ્ફિયામાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા ખાતે વોર્ટન સ્કૂલમાંથી ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં MBA અને MA અને દિલ્હી યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રીમાં ઓનર્સ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે.
વાણીએ કહ્યું હતું કે, “હું મારી નવી ભૂમિકામાં સભાન નેતૃત્વની ભાવનાને ખૂબ જ હૃદયથી લાવી છું. યુકે અને આયર્લેન્ડમાં મનુષ્યો અને પ્રાણીઓના સ્વાસ્થ્યને સુધારવાની અમારી શોધમાં હેલ્થકેર ઇકોસિસ્ટમમાં મુખ્ય હિસ્સેદારો સાથે સંપૂર્ણ રીતે હાજર રહેવા અને ભાગીદારી કરવા હું આતુર છું. અમારા ગ્રાહકો, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને દર્દીઓથી લઈને પશુચિકિત્સકો, ખેડૂતો અને ઘોડાના માલિકો સુધી, નવીનતાની સતત ડિલિવરી અને અમારા ઉત્પાદનો અને સેવાઓની વિશ્વસનીય ઍક્સેસ માટે અમારા પર વિશ્વાસ રાખે છે. મારી સર્વોચ્ચ અગ્રતા એ સુનિશ્ચિત કરવાની છે કે અમે સમાનતા, વિવિધતા અને સમાવેશ વિશે વાતચીતને આગળ વધારવા સહિત સમગ્ર વિશ્વમાં બોહરિંગર ઇંગેલહેમ માટે જાણીતા મૂલ્યોને જાળવી રાખીએ.’’