વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલના નામની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ જનરલ બોર્ડની મીટિંગમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઇ તે અગાઉ શહેર ભાજપ કાર્યાલય ખાતે આ નામોની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વડોદરા કોર્પોરેશનની કુલ 76 બેઠકમાંથી ભાજપે 69 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠક પ્રાપ્ત થઈ હતી.વડોદરાના સ્ટેડિંગ કમિટીના ચેયરમેન તરીકે હિતેંદ્ર પટેલ અને વડોદરા મહાનગર પાલિકાના ભાજપ પક્ષના નેતા તરીકે અલ્પેશ લિંબાચીયાની કરાઈ વરણી.
ભાવનગરના મેયર તરીકે કિર્તી બહેન દાણીધારિયાની નિમણૂંક, ડે. મેયરનું પદ કુમાર શાહના ફાળે
ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે કિર્તીબહેન દાણીધારિયાની અને ડેપ્યુટી મેયર તરીકે કુમાર શાહની બુધવારે વરણી કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાની નિમણુક કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે 52માંથી 44 બેઠક પર વિજય થયો હતો. ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત છે. આ વખતે 23 મહિલાઓ ચૂંટાઈને આવેલી છે તેમાં ગયા ટર્મમાં કીર્તિબેન દાનીધારીયા નામ સૌથી આગળ નામ હતુ, કીર્તિબેન વ્યવસાયે વકીલ છે અને 15 વર્ષથી રાજકારણમાં સક્રિય છે