વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો વિજય હતો. 23 ફેબ્રુઆરીએ જાહેર થયેલા રિઝલ્ટ મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 76 બેઠકોમાંથી ભાજપને 67 અને કોંગ્રેસને સાત બેઠક મળી હતી. આમ શહેરની મહાનગરપાલિકામાં સતત ચોથી વખત ભાજપે કબજો મેળવ્યો હતો.
શહેરના કુલ 19 વોર્ડમાંથી 11 વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો હતો. જોકે વોર્ડ નંબર એકમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ કે જેઓ આ વખતે મેયર પદના દાવેદાર ગણાતા હતા તેમનો પરાજય થયો હતો.
ભાજપના ઉમેદવારો અને કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને શહેરમાં ઠેર-ઠેર ઉજવણી કરી હતી. વડોદરા શહેરમાં ભાજપનો વિજય થતાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ એકબીજાને મીઠાઈ આપીને શુભેચ્છા પાઠવી હતી. ઢોલ-નગારાના તાલે ઉજવણી કરી હતી.