ફાર્મા કંપની મોડર્નાએ કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર (હાર્ટ) અને ઓટોઇમ્યુન રોગો અને અન્ય બિમારીઓ માટે માટે 2030 સુધીમાં વેક્સિન તૈયાર કરી દેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વેક્સિનના પરીક્ષણોમાં “મોટી આશા” જાગી છે. કેટલાંક નિષ્ણાતો જણાવી રહ્યા છે કે કોરોના વેક્સિનની સફળતાને પગલે 15 વર્ષમાં થાય તેટલી પ્રગતિ 12થી 18 મહિનામાં થઈ છે.
ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાના ચીફ મેડિકલ ઓફિસર પૌલ બર્ટને જણાવ્યું હતું કે તેઓ માને છે કે પાંચ વર્ષમાં જેટલા ઓછા સમયમાં “તમામ પ્રકારના રોગના આવી સારવાર ઓફર કરવાની સ્થિતિમાં હશે. કોરોના વાઇરસની વેક્સિન બનાવનારી આ કંપની કેન્સરની વેક્સિન તૈયાર કરી રહી છે. આ વેક્સિન વિવિધ પ્રકારની કેન્સરની ગાંઠને ટાર્ગેટ કરશે.
બર્ટને જણાવ્યું હતું કે આપણી પાસે તે રસી હશે અને તે ખૂબ જ અસરકારક રહેશે, અને તે લાખો લોકોના જીવ બચાવશે. મને લાગે છે કે અમે વિશ્વભરના લોકોને બહુવિધ વિવિધ પ્રકારની ગાંઠો સામે વ્યક્તિગત કેન્સરની રસી ઓફર કરી શકીશું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શ્વાસોસાનની બહુવિધ ઇન્ફેક્શનને એક જ ઈન્જેક્શન મટાડી શકાશે. તેનાથી કોવિડ, ફ્લૂ અને રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ (RSV) સામે ઓછી રોગપ્રતિકારક્ષમતા ધરાવતા લોકોને રક્ષણ મળી શકે છે. દુર્લભ રોગો માટે mRNA થેરાપીઓ ઉપલબ્ધ થઈ શકે છે. આવી બિમારીઓની હાલમાં કોઇ દવા નથી. mRNA પર આધારિત થેરાપીઓ કોષોને પ્રોટીન કેવી રીતે બનાવવું તે શીખવી છે જે રોગ સામે શરીરની રોગપ્રતિકારક પ્રતિક્રિયાને ઉત્તેજિત કરે છે.