![COVID-19 vaccine arrives at Civil Hospital in Surat](https://www.garavigujarat.biz/wp-content/uploads/2021/01/2021_1img13_Jan_2021_PTI01_13_2021_000084B-696x464.jpg)
કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો બુધવારે પૂણેથી બાય રોડ સુરત પહોંચ્યો હતો. સીરમ ઇન્સ્ટિટ્યૂટના પૂણે ખાતેના વેક્સિન સ્ટોરેજ રૂમથી વેક્સિનના 93,500 ડોઝ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રસી લાવવામાં આવી હતી.
સુરતમાં પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં સુરતમાં વેક્સિનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલ રિબિન કાપીને સેન્ટ્રલ સ્ટોરેજમાં વેક્સિન લઈ જવામાં આવી હતી. સુરત આવી પહોંચેલા વેક્સિનના ટ્રકની સૌથી પહેલા પાલિકાના અધિકારીઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી. નારિયેળ ફોડીને ટ્રકનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. આ સેન્ટ્રલ સ્ટોરેજથી સુરત મહાનગરપાલિકા અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રસી પહોંચાડવામાં આવશે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)