કોવિડ રસીના અસંગત પુરવઠાના કારણે રસી આપવાનું મુશ્કેલ બન્યું છે અને ટૂંકી મુદતની નોટીસે તે રસી આવતી હોવાથી એડવાન્સ એપોઇન્ટમેન્ટ બુક કરવી મુશ્કેલ બને છે અને દર્દીઓ માટે છેલ્લી મિનિટે આયોજન કરવું પડે છે.
વડા પ્રધાને સ્વીકાર્યું છે કે સ્થાનિક રસીકરણ દરમાં નોંધપાત્ર અસમાનતા છે. ડોકટરો, એનએચએસ વિશેષજ્ઞ અને સાંસદોએ ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે ફાઇઝર અને ઑક્સફોર્ડ / એસ્ટ્રાઝેનેકા રસીના બેચીસ ફક્ત થોડા દિવસની સૂચના સાથે આવે છે. ડોકટરો રસી મંગાવી શકતા નથી પરંતુ જ્યારે પણ એનએચએસ તેમને રસી પહોંચાડવા સક્ષમ બને ત્યારે ફક્ત બેચ મેળવવા માટે તૈયાર રહેવું પડે છે. હાલમાં સપ્લાય ચેઇન પર નિયંત્રણ નથી જો તે શક્ય બનશે તો અઠવાડિયામાં 2 મિલિયન રસી આપવાનું શક્ય બનશે.
એક જીપીને કહેવામાં આવ્યું હતું કે રસી ત્રણ અઠવાડિયા મોડી આવશે. લંડન નજીકના સેન્ટ ઑલ્બન્સના રસીકરણ કેન્દ્ર અઠવાડિયામાં ફક્ત એક કે બે દિવસ ચલાવવામાં સક્ષમ છે. ડર્બી અને ડર્બીશાયર ક્લિનિકલ કમિશનિંગ જૂથે હજી સુધી તેના લક્ષ્યાંકના 10% કરતા પણ ઓછા લક્ષ્યાંક પૂર્ણ કર્યા હોવાનું માનવામાં આવે છે. 8૦ વર્ષથી વધુ વયના કોવેન્ટ્રીના રહેવાસીઓને 100 માઇલ દૂર, માન્ચેસ્ટરના એક મોટા કેન્દ્રમાં જેબ્સ ઓફર કરવામાં આવી હતી.