અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચેની 22 ઓક્ટોબરની છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કોરોના મહામારીને મુદ્દે બંને વચ્ચે વાકયુદ્ધ થયું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે કોવિડ-19ની વેક્સિન તૈયાર છે અને થોડા સમયમાં આવશે અને તેનું ઝડપી વિતરણ મિલિટરી કરશે. જોકે જો બિડેન આક્ષેપ કર્યો હતો કે અમેરિકા ડાર્ક વિન્ટરમાં પ્રવેશી રહ્યું રહ્યું છે
ત્રણ નવેમ્બરે પ્રેસિડેન્ટની ચૂંટણીનાા બે સપ્તાહ કરતાં ઓછો સમય રહ્યો છે ત્યારે 90 મિનિટમાં ડિબેટમાં શરૂઆતમાં સમયગાળામાં કોરોના વાઇરસનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ટ્રમ્પે આ મહામારીને વૈશ્વિક સમસ્યા ગણાવી હતી.
74 વર્ષીય ટ્રમ્પે જણાવ્યું હતું કે વેક્સિન થોડા સમયમાં આવશે. તે તૈયાર છે. તેની થોડા સપ્તાહમાં જાહેરાત થશે અને તેનું વિતરણ થશે. જહોન્સન એન્ડ જહોન્સન, મોડેર્ના અને ફાઇઝર જેવી કંપનીઓ આ મોરચે સારી કામગીરી કરી રહી છે. અમે બીજા દેશો સાથે અને ખાસ કરીને યુરોપ સાથે કામગીરી કરી રહ્યાં છીએ.
જોકે બિડેને આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પની નીતિઓને કારણે દેશમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. આપણે ડાર્ક વિન્ટરમાં પ્રવેશી રહ્યાં છીએ. તેઓ કોઇ સ્પષ્ટ યોજના ધરાવતા નથી. આગામી વર્ષના મધ્ય ભાગ સુધીમાં દેશના લોકો માટે વેક્સિન ઉપલબ્ધ બને તેવી કોઇ શક્યતા લાગતી નથી.
કોરોના મુદ્દે ટ્રમ્પે કહ્યું કે અમે બાઇડેનની જેમ બેઝમેન્ટમાં રહી શકીએ નહીં કે દેશમાં લૉકડાઉન જાહેર કરી શકીએ નહીં. એના જવાબમાં બાઇડેને કહ્યું કે આશરે સવા બે લાખ લોકો કોરોનાના પગલે મરણ પામ્યા હતા. આવા સંજોગોમાં ટ્રમ્પને પ્રમુખપદે રહેવાનો કોઇ અધિકાર રહેતો નથી. ટ્રમ્પને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવા જોઇએ. હાલ કોરોનાને ખતમ કરવાની ટ્રમ્પની કોઇ યોજના નથી. તેમણે કહ્યું કે એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સામયિકે પ્રમુખ તરીકેના ટ્રમ્પના વર્તાવને સંપૂર્ણપણે ભયજનક ગણાવ્યો હતો.