કોરોનાવાયરસ રસીના નિર્માણ માટેનું મોટા ભાગનું કામકાજ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થઈ શકે છે અને દેશના દરેક પુખ્ત વયના લોકોને ઇસ્ટર એટલે કે તા. 4 એપ્રિલ પહેલા રસી આપી શકાય તેવી વધારે સંભાવનાઓ જણાઇ રહી છે. સરકારી વૈજ્ઞાનિકો કહે છે કે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ ઝડપી થઈ શકે છે અને એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી રસીને આ વર્ષે રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી મળી શકે છે.
વેક્સીન બનાવવા અને તેનુ વિતરણ કરવા સાથે સંકળાયેલા સરકારી સ્ત્રોતોએ ધ ટાઇમ્સને જણાવ્યું હતું કે બાળકોને બાકાત રાખવા સાથે મંજૂરી મળ્યા પછી સંપૂર્ણ કાર્યક્રમને પૂર્ણ થવામાં છ મહિના અથવા તેનાથી ઓછા સમયનો સમય લાગી શકે છે, અને સંભવત: તે વધુ ઝડપથી થશે.
ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રાઝેનેકા સાથે રસી વિકસાવવામાં આવી રહી છે અને તે બ્રિટન દ્વારા સમર્થિત રસીઓમાં સૌથી વધારે અદ્યતન છે. એપ્રિલ મહિનાથી તેની માનવ પર અજમાયશ ચાલી રહી છે અને આશા છે કે તે રસીને ક્રિસમસ સુધીમાં રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી મળી શકે છે.
થોડાક જ અઠવાડિયાઓમાં ફિઝીયોથેરાપિસ્ટ, મિડવાઇવ્સ અને અન્ય હેલ્થ પ્રોફેશનલ્સની સેનાને રસી આપવાની તાલીમ આપવાનું શરૂ થશે. હેલ્થકેર સ્ટાફના વિશાળ જૂથને જેબ્સ આપવા દેવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. ડ્રાઈવ થ્રૂ રસીકરણ કેન્દ્રો દ્વારા લાખો લોકોને રસી આપવાના વિશાળ તર્કસંગત પડકારનો સામનો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમાં મદદ કરવા માટે સશસ્ત્ર દળોને પણ બોલાવવામાં આવે તેવી સંભાવના છે.
એક સરકારી સ્ત્રોતે જણાવ્યું હતું કે, અમે છ મહિનાની નજીકનો સમય જોઈ રહ્યા છીએ અને કદાચ તેના કરતાં પણ ટૂંકા ગાળાની સંભાવના છે. સરકારમાં રહેલા અન્ય લોકો વધુ સાવચેત છે અને તેઓ ભાર મૂકે છે કે પ્રાયોરીટી ગૃપને પહેલા રસી આપવી અને બાકીના દરેક પુખ્ત લોકોને રસી આપવામાં વધુ સમય લાગશે. કઇ રસી પહેલા તૈયાર થાય છે તેના પર ઝડપ અને વિશાળ લોજિસ્ટિકની ગણતરી નિર્ભર રહેશે. વૃદ્ધો અને ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોને ઝડપી સારવાર આપી તેમના જીવન બચાવવા અને નિયંત્રણો હળવા કરવા માટે આ રસી નિર્ણાયક હોવાની સંભાવના છે. તેનો અર્થ કે નાના અને સ્વસ્થ પુખ્ત વયના લોકો વિશે ઓછી ચિંતા છે. ફરીથી આ કઇ રસીને માન્ય કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે.
બ્રિટનના દરેક 53 મિલિયન પુખ્ત વયના લોકોને છ મહિનાની અંદર એક જ રસીના બે ડોઝ આપવા માટે દિવસમાં 600,000 રસી જોઇશે. ત્રણ મહિના આવું કરવા માટે એક દિવસમાં 1.2 મિલિયનની રસીના ડોઝની જરૂર પડશે. તેનો અર્થ છે કે ઇસ્ટર સુધીમાં લક્ષ્ય સુધી પહોંચી શકાશે.
સરકારે ઑક્સફર્ડ યુનિવર્સીટી દ્વારા તૈયાર થતી રસીના 100 મિલિયન ડોઝનો આદેશ આપ્યો છે, જેનું નિર્માણ કરવામાં આવે તે પહેલાં તે સફળ હોવાનું દર્શાવવામાં આવે છે. ટેસ્ટીંગ કરતા વૈજ્ઞાનિકોને આશા છે કે તેઓ આ વર્ષના અંત પહેલા પરિણામ મેળવશે, અને તે રસી ખૂબ જ ઓછા સમયમાં બતાવશે કે તે 50 ટકા ચેપને અટકાવે છે જે રસીની સફળતા માટેના થ્રેશહોલ્ડ છે. જો તેને રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી આપવામાં આવશે તો એનએચએસ લગભગ તરત જ સામૂહિક રસીકરણ શરૂ કરવાની સ્થિતિમાં છે.
યુરોપિયન મેડિસીન્સ એજન્સી દ્વારા રસીને મંજૂરી આપવામાં આવે તે પહેલાં યુકેના નિયમનકારોએ તેને સલામત હોવાનું માન્યું હોય તો, વર્ષના અંત પહેલા રસીકરણનો કાર્યક્રમ શરૂ થવા દેવા માટે કાયદામાં ફેરફાર કરવાની સરકાર યોજના ધરાવે છે.
રોયલ સોસાયટીએ રસીના ઉત્પાદન અને વિતરણમાં આવતા પડકારો અંગે ચેતવણી આપી હતી. ઇમ્પિરિયલ કોલેજ લંડનના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા અને રિપોર્ટના સહ-લેખક નિલય શાહે જણાવ્યું હતું કે “રસી મળી જાય તેનો અર્થ એ નથી કે એક મહિનાની અંદર દરેકને રસી અપાઇ જશે. તેમાં છ મહિના, નવ મહિના કે એક વર્ષ પણ લાગી શકે છે. એવું નથી કે જીવન અચાનક જ માર્ચ માસમાં સામાન્ય થઇ જશે.”
જો કે કડક શબ્દોમાં આરોગ્ય વિભાગે આ દાવાઓને ખોટી ઠેરવ્યા છે. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે અમારી પાસે કોવિડ – 19 રસી શક્ય તેટલી વહેલી તકે દેશભરમાં આપવા માટે પૂરતી જોગવાઈ, પરિવહન, પીપીઇ અને લોજિસ્ટિક કુશળતા છે.”
પહેલા કોને રસી અપાશે
કેર હોમના રહેવાસીઓ અને સ્ટાફ આ રસી મેળવનાર સૌ પ્રથમ લોકો હશે, ત્યારબાદ 80 વર્ષ કરતા વધુ વયના લોકો અને એનએચએસ સ્ટાફને રસી અપાશે. ગયા મહિને કેટલાક કેર હોમ મેનેજરોને પાત્રતા ધરાવતા ફ્રન્ટલાઈન કર્મચારીઓની સૂચિ આપવા જણાવ્યું હતું. તે પછી ઇમ્યુનાઇઝેશન એન્ડ વેક્સીનાઇઝેશન માટેની સંયુક્ત સમિતિ દ્વારા વિકસિત પ્રોટોકોલ હેઠળ 65 વર્ષથી મોટી વયના બધાને રસી આપવામાં આવશે. ત્યારબાદ વધુ જોખમ ધરાવતા નાના લોકોને, જેમાં વંશીય લઘુમતીઓ અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકોનો સમાવેશ થઈ શકે છે. તે પછી 50થી વધુ વયના લોકો અને તે પછી નાની વયના પુખ્ત લોકોને રસી અપાશે.