કોરોનાની રસી આપવાના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનોને પણ રસી અપાશે. ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ 16 જાન્યુઆરીથી થયો છે અને પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સ અને કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે. પરંતુ હેલ્થકેર વર્કર્સ સહિતના લોકો વેક્સિન લેવામાં ખચકાટ અનુભવે છે, તેથી રાજ્ય સરકારો લક્ષ્યાંક મુજબ રસી આપી શકી નથી.
બીજા તબક્કામાં ભારતીય લશ્કરના અન્ય જવાનો, અર્ધલશ્કરી દળોના જવાનો અને 50 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને કોરોનાની રસી અપાશે. જો કે બીજો તબક્કો ક્યારે શરૂ થશે એની સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી. પરંતુ બીજા તબક્કાની ગાઇડલાઇન નક્કી કરાઇ ચુકી હતી. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યોના મુખ્યપ્રધાનો, રાજ્યપાલો અને બીજા વીઆઇપી લોકોને રસી આપવામાં આવશે ખાસ કરીને જેમની ઉંમર 50 વર્ષથી વધુ હોય એેવા લોકોને આ તબક્કે રસી અપાશે.