હજી સુધી, ફાઈઝર અને મોડેર્નાની રસીઓ દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેઇન સામે થોડી ઓછી અસરકારક દેખાય છે. રીસર્ચર્સે રસી મેળવી હોય તેમના લોહીના નમૂના લીધા છે અને તેને દક્ષિણ આફ્રિકાના ચિંતાજનક E484K વેરિયન્ટ સાથે સંશોધન આદર્યું છે. જેમાં તેમને જાણવા મળ્યું છે કે એન્ટિબોડીઝના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે રસીકરણ અથવા કુદરતી રીતે ચેપ લાગ્યા પછી લોહીમાં બનેલા વાયરસ સામે લડતા પ્રોટીન છે. પરંતુ તે વાયરસને મારવા અને ગંભીર બીમારીને રોકવા માટે જરૂરી થ્રેશોલ્ડ માટે હજી પૂરતા નથી.
આમ રસીનો એક ડોઝ આ સ્ટ્રેઇન સામે કેટલો અસરકારક રહેશે તે અંગે હજી ચિંતાઓ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી / એસ્ટ્રાઝેનેકાની રસી દક્ષિણ આફ્રિકાના સ્ટ્રેઇન સામે કેટલી સારી કામગીરી કરશે તેનું અધ્યયન હજી ચાલુ છે.
નિષ્ણાતોને ડર છે કે આ સ્ટ્રેઇન રસી દ્વારા આપવામાં આવતી રોગપ્રતિકારક શક્તિ સામે પણ ઝીંક ઝીલી શકે છે અથવા લોકોને બીજી વાર કોવિડ થવાનું જોખમ વધારે છે.
જો કે રસી ઉત્પાદકોએ લોકોને ખાતરી આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેમની રસી હજી પણ સારી રીતે કાર્ય કરશે અને આ વેરિઅન્ટથી ફક્ત થોડીક ઓછી અસરકારક બનશે.
મોડેર્ના વેક્સીનના પ્રારંભિક પરિણામો સૂચવે છે કે તેની રસી આ પરિવર્તન સાથેના વેરિએન્ટ સામે હજી પણ અસરકારક છે – જો કે શરીરની ઇમ્યુનીટીનો રિસ્પોન્સ એટલો મજબૂત અથવા લાંબા સમય સુધી ન ચાલી શકે.
જો કે વિશેષજ્ઞો કહે છે કે, ખરાબ પરિસ્થિતિમાં પણ, રસી ફરીથી ડિઝાઇન કરી શકાય છે અને અઠવાડિયા કે મહિનામાં જરૂરી હોય તો તે વધુ સારી રીતે મેચ થઈ શકે છે. આશાનું કિરણ એ છે કે આ વેરિએન્ટ એકબીજાથી ભિન્ન થવાને બદલે સમાન રીતે કામ કરી રહ્યા છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ અમને એક નિશાની આપે છે કે તેઓ કેટલાક તરફેણવાળા રૂટ્સ પર જ આગળ વધશે જેને અમે રસી આપીને રોકી શકીએ છીએ.”