ડેલ્ટા વેરિયન્ટના કારણે દેશમાં કોવિડ રોગચાળાનો ચોથો તરંગ આવી રહ્યો છે ત્યારે કોવિડ રસી વૃદ્ધ લોકોમાં તેની અસરકારકતા ગુમાવી શકે છે એવી ઇઝરાઇલના જેરૂસલેમની હિબ્રુ યુનિવર્સિટીની મોનિટરિંગ ટીમે અહેવાલ આપ્યો છે.
રિસર્ચર્સે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘’જૂથમાં નવા પુષ્ટિ થયેલા કેસોમાંથી લગભગ 90 ટકા લોકો એવા હતા જેમની વય પચાસના દાયકાની ઉપર હતી અને તેમને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા. જોકે, રસીની અસરકારકતા અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવતા પહેલા આગળ વિશ્લેષણ કરવાની જરૂર છે. ઇઝરાઇલ ફાઇઝર બાયોએનટેક રસીનો ઉપયોગ કરી રહ્યું છે.
ટીમના સભ્ય પ્રોફેસર ડોરોન ગેઝિટે કહ્યું હતું કે “પરિસ્થિતિ એટલી ખરાબ નથી, પરંતુ તે વધુ મુશ્કેલ થઈ રહી છે. રોગચાળો ફેલાઇ રહ્યો છે પરંતુ હોસ્પિટલોમાં પરિસ્થિતિ એટલી ગંભીર નથી.”