ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે 26 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વેક્સિનના 85.60 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારત સરકારે સોમવાર, 27 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રી શાસિત પ્રદેશોને કોરોના વેક્સિનના કુલ 84.50 કરોડ ડોઝ આપ્યા છે અને આગામી થોડા દિવસમાં વધુ 21 લાખ ડોઝ આપવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યો પાસે હાલમાં 4.74 કરોડ ડોઝ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં કોરોનાના 4.13 કરોડ ડોઝ અપાયા
ગુજરાતમાં 26 સપ્ટેમ્બર સુધીમાં વેક્સિનના 4.13 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. રાજ્યમાં રવિવારે કોરોના વાઇરસના 21 કેસ નોંધાયા હતા, જે બે દિવસમાં સૌથી વધુ છે. 23 સપ્ટેમ્બરે 26 કેસ નોંધાયા હતા. રવિવારે અમદાવાદમાં 7, સુરતમાં 5 અને વડોદરામાં 4 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ભાવનગર સિટી, અમરેલી, ખેડા, સુરત અને વલસાડ જિલ્લામાં એક-એક નવા કેસ નોંધાયા હતા.