કોવિડ રસીઓ વિવિધ વેરિયન્ટ્સ અને સામાન્ય શરદીને હરાવવા માટે તૈયાર છે અને વૈજ્ઞાનિકોને આશા છે કે ટી-સેલ્સનું રક્ષણ ધરાવતી રસીઓ તમામ જાણીતા કોરોનાવાયરસ વેરિયન્ટ્સ સામે લડશે એમ સંશોધકોએ ગઈકાલે જણાવ્યું હતું. ભવિષ્યમાં કોવિડ જેવા ચેપ ઉપરાતં આ ઇનોક્યુલેશન લાંબા સમય સુધી રક્ષણ આપી શકે છે.
આ અભ્યાસ NHS વર્કર્સ પર કરાયો હતો જેઓ રોગચાળાના પ્રારંભિક ભાગમાં ચેપનું ઉચ્ચ જોખમ ધરાવતા હતા પરંતુ તેઓ બીમાર પડ્યા ન હતા અને કોઈ રક્ષણાત્મક એન્ટિબોડીઝ પણ વિકસાવ્યા ન હતા. વાસ્તવમાં, તેઓ ચેપગ્રસ્ત હતા પરંતુ તેઓ તેમના ટી-સેલ્સ દ્વારા સુરક્ષિત હતા. તેમની રોગપ્રતિકારક શક્તિ ભવિષ્યમાં કોવિડ જેવા ચેપ ચેપગ્રસ્ત કોષોનો નાશ કરી શકે છે.
સંશોધકોએ માત્ર કોરોનાવાયરસના મૂળ વુહાન સ્ટ્રેઇનની અસરની તપાસ કરી હતી પરંતુ વધુ ચેપી ડેલ્ટા સ્ટ્રેઇનની નહીં. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શરીરને આરટીસી પ્રોટીન બનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમઆરએનએ રસી દિવસમાં તૈયાર કરી શકાય છે. સંશોધકોનો અંદાજ છે કે લગભગ 10-15 ટકા વસ્તીમાં કોવિડ વાઇરસ માટે પહેલાથી અસ્તિત્વમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ હશે. જેથી તેઓ તેમના ટી-સેલ્સ ચેપના પ્રારંભિક તબક્કામાં વાયરસ સામે લડી શકે છે.