હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને વિવિધ માંદગી ધરાવતા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવનાર કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ તેમને અગાઉ આપવામાં આવી હતી તે જ વેક્સિન હશે. આનો અર્થ એવો થાય છે કે કોવિશિલ્ડના પ્રથમ બે ડોઝ લીધેલા વ્યક્તિઓને કોવિશિલ્ડનો ડોઝ મળશે અને કોવેક્સિનનો ડોઝ લીધેલા વ્યક્તિઓને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
કોરોના અંગેની સાપ્તાહિક માહિતીમાં નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો. વી કે પોલે જણાવ્યું હતું કે 10 જાન્યુઆરીથી આ કેટેગરીના લાભાર્થીઓને વેક્સિનેશન માટે તમામ તૈયારી ટ્રેક પર છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને વિવિધ માંદગી ધરાવતા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને આપવામાં આપનાર કોરોનાનો સાવચેતીનો ડોઝ તેમને અગાઉ આપવામાં આવેલી સમાન વેક્સિનનો હશે. કોવિશિલ્ડના પ્રથમ બે ડોઝ લીધેલા વ્યક્તિઓને કોવિશિલ્ડનો ત્રીજો મળશે અને કોવેક્સિનનો ડોઝ લીધેલા વ્યક્તિઓને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે વેક્સિનના મિશ્રણ અને અલગ-અલગ વેક્સિનના અભિગમ અંગે ઊભરતી માહિતી, વિજ્ઞાન અને ડેટા પર નજર રાખવામાં આવી રહી છે.
આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં જારી કરેલી ગાઇડલાઇન મુજબ બીજા ડોઝના નવ મહિના અથવા 39 સપ્તાહ બાદ ત્રીજો ડોઝ આપવામાં આવશે. ત્રીજા ડોઝ માટે પાત્રતા ધરાવતા લોકોને હાલના તેમના કોવિન એકાઉન્ટ મારફત ત્રીજો ડોઝ લઈ શકશે. આ અંગેની ગાઇડલાઇન ત્રીજી જાન્યુઆરીથી અમલી બનશે. કોવિન સિસ્ટમ મારફત લાભાર્થીઓને ત્રીજા ડોઝ માટે ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે.