પાનખર ઋતુ આવી ચૂકી છે અને રાત લાંબી થઈ રહી છે. ઠંડીના મહિનાઓમાં, જેમ આપણે પરિવાર સાથે ઈદે મિલાદ-ઉન-નબી, નવરાત્રી, દિવાળી અથવા ક્રિસમસ માટે ઘરની અંદર ભેગા થઈએ છીએ, ત્યારે ખાંસી અને ધીરે ધીરે શ્વાસ લેવાનું મુશ્કેલ બની શકે છે. પરંતુ આપણને શરદી, ફ્લૂ અથવા બીજું કંઈક હોય ત્યારે આપણે તે કેવી રીતે જાણી શકીએ?
સાઉથ લંડનના જી.પી. ડૉ. મોહમ્મદ નકવી કહે છે કે “આપણાં લક્ષણોની તીવ્રતા અને તે કેટલી ઝડપથી શરૂ થાય છે, તે એક સારૂ સૂચક છે. શરદી, ફ્લૂ અને કોવિડ જુદા જુદા વાઇરસને કારણે થાય છે, પરંતુ કેટલાક સમાન લક્ષણો ધરાવે છે.”
શરદી મુખ્યત્વે તમારા નાક અને ગળાને અસર કરે છે અને તે ઓછી ગંભીર હોય છે અને ફલૂ કરતાં વધુ ધીમે ધીમે દેખાય છે પણ થોડા કલાકોમાં જ તે ઝડપથી દેખાય છે.
ડૉ. નકવી કહે છે કે “આ બિમારીઓ સામાન્ય રીતે પોતાની મેળે જ દૂર થઈ જાય છે, પરંતુ જો તમને ઉધરસ ખાતી વખતે લોહી આવતું હોય તો કૃપા કરીને તમારા જીપીને તાત્કાલિક મળો અને જો તમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ સહિતની ઇમરજન્સી મદદની જરૂર હોય તો 999 પર સંપર્ક કરો.”
જો તમને ત્રણ અઠવાડિયા કરતા વધુ સમયથી ઉધરસ આવતી હોય, તમારી ઉધરસ ખૂબ જ ખરાબ હોય અથવા હાલત ઝડપથી ખરાબ થઈ જાય તો તમને તમારી GP પ્રેક્ટિસ અથવા NHS 111 ઉપર ફોન કરવાની સલાહ આપવામાં આવે છે. કૉલ કરવાના અન્ય કારણોમાં જો તમને છાતીમાં દુખાવો થતો હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, ગરદનની ગ્રંથીઓમાં સોજો હોય, વજનમાં અસ્પષ્ટ ઘટાડો હોય અથવા જો તમે ખૂબ જ અસ્વસ્થતા અનુભવતા હો અને તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હોય તેવું લાગતું હોય તો તેનો સમાવેશ થાય છે. જો તમને કોવિડ થયો હોય અને તેના લક્ષણો ચાલુ હોય, તો તમે તમારી COVID રિકવરી વેબસાઇટ દ્વારા પણ મદદ મેળવી શકો છો.
પરંતુ શું તે કોવિડ છે?
કોવિડ-19 અને ફ્લૂ એ શ્વસન સંબંધી અલગ-અલગ બિમારીઓ છે જેમાં કેટલાક સામાન્ય લક્ષણો છે. કેટલાક લોકો માટે, ફ્લૂ અથવા કોવિડ-19 થવું અપ્રિય થઇ શકે છે. અન્ય લોકો માટે, ખાસ કરીને જો તમારી ઉંમર મોટી હોય, ગર્ભવતી હો અથવા અમુક સ્વાસ્થ્યની સ્થિતિ હોય, તો તે જોખમી અથવા જીવલેણ પણ હોઈ શકે છે.
લંડનના GP ડૉ. તહસીન ખાન સલાહ આપતા કહે છે કે“કોવિડનું એક નવું સ્વરૂપ, પિરોલા, સમગ્ર યુકેમાં ફેલાઈ રહ્યું છે, તેથી જો તમને કોવિડના કેટલાક લક્ષણો હોય, તો ટેસ્ટ કરાવવાની અને અન્ય લોકો સાથે સંપર્ક ટાળવાની સલાહ આપવામાં આવે છે. તમારા હાથ વારંવાર ધોવાનું યાદ રાખો અને ખાસ કરીને છીંક કે ખાંસી પછી, ફેસ માસ્કનો ઉપયોગ કરો અને જો તમારે બહાર જવાની જરૂર હોય તો સામાજિક અંતર રાખો.’’
સેવચેતી રાખવી તે ઉપચાર કરતાં વધુ સારુ છે
ડૉ. ખાન કહે છે કે “જો તમને વધુ જોખમ હોય અને તમને તમારી ફ્લૂ અને કોવિડની રસી લેવા માટે આમંત્રિત કરવામાં આવે, તો શક્ય તેટલી ઝડપથી તે બુક કરાવવાની સલાહ આપવામાં આવે છે. ગયા શિયાળામાં, ફલૂ અને કોવિડ-19 રસીઓના કારણે હજારો લોકો હોસ્પિટલમાં દાખલ થતા બચ્યા હતા અને ઘણા લોકોના જીવન બચાવવામાં મદદ કરી હતી.”
નિષ્ણાતો અને UK હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) દ્વારા ઓમિક્રોન (જે 2021ના અંતમાં UKમાં ઉભરી આવ્યો હતો) પછી સૌથી વધુ સંબંધિત નવા પ્રકાર તરીકે પિરોલાને વર્ણવવામાં આવ્યો છે. જો તમે 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના હો, ગર્ભવતી હો, અથવા સ્વાસ્થ્ય સ્થિતિ ચાલુ હોય તો તે તમને ગંભીર બીમારીના જોખમમાં મૂકે છે, આ રોકવા તમે તમારી ફ્લૂ અને કોવિડ રસી બુક કરાવી શકો છો. કેર હોમના રહેવાસીઓ અને ઘરમાં જ રહેતા લોકોને સ્થાનિક NHS ટીમની મુલાકાત દ્વારા બંને રસી આપવામાં આવે છે.
જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, પગાર મેળવતા અને નહિં મેળવતા કેરર્સ અને 16 કે તેથી વધુ ઉંમરના ફ્રન્ટલાઈન હેલ્થ અને સોસ્યલ કેર વર્કર્સ તથા
સૌથી વધુ જોખમ ધરાવતા લોકોમાં ફ્લૂ અથવા કોવિડના સંક્રમણના જોખમને ઘટાડવા માટે, આ રસીઓ 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે પણ ઉપલબ્ધ છે.
ડૉ. ખાન કહે છે કે “તમને એક જ સમયે બંને રસીઓ ઓફર કરવામાં આવી શકે છે – આ બંને રસીઓ વાઇરસથી મહત્વપૂર્ણ રક્ષણ મેળવવાની સલામત અને સૌથી અનુકૂળ રીત છે. આ મહત્વપૂર્ણ છે, જો તમને પહેલાં ફ્લૂ અથવા કોવિડ વાઇરસ થયો હોય, કારણ કે તે બંને વાઇરસ સમયાંતરે બદલાતા રહે છે, અને સમય જતાં તેમની સામેની આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે.”
તમામ NHS રસીઓનો સલામતી અને અસરકારકતાનો સારો રેકોર્ડ છે અને વિવિધ સમુદાયોના હજારો લોકો પર તેનું વ્યાપકપણે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ડૉ. ખાન કહે છે કે “ફ્રન્ટલાઈન હેલ્થ અને સોશિયલ કેર પ્રોફેશનલ્સ તરીકે, અમે ફ્લૂ અને કોવિડના સંપર્કમાં આવીએ તેવી શક્યતા વધુ રહે છે. ખૂબ જ પડકારજનક શિયાળો શું હોઈ શકે તે પહેલા આ નવા કોવિડ વેરિઅન્ટમાં ચેપનું જોખમ વધવાની સંભાવના સાથે, હું જાણું છું કે મારી રસી મેળવવી એ મારો શ્રેષ્ઠ બચાવ છે.”
શું મારા બાળકને ફ્લૂ, કોવિડ અથવા ઓરી છે?
ડૉ. નકવીએ સલાહ આપતા જણાવ્યું છે કે“તમે તમારા બાળકને કોવિડ-19 છે કે કેમ તે જોવા માટે તેમનો ટેસ્ટ કરાવી શકો છો. ફલૂ માટેના લક્ષણો બાળકોમાં પુખ્ત વયના લોકો જેવા જ હોય છે, પરંતુ એવા લક્ષણો માટે પણ બાળકો પર ધ્યાન રાખો કે તેમના કાનમાં દુખાવો હોય, અથવા તેમના કાનને તેઓ વધુ પડતા ખેંચતા હોય અથવા ઓછા સક્રિય દેખાતા હોય.”
ઓરી યુકે અને સમગ્ર યુરોપમાં પણ ફેલાય છે. તે સામાન્ય રીતે શરદી જેવા લક્ષણોથી શરૂ થાય છે. તે પછી થોડા દિવસો પછી સપાટ અથવા સહેજ ઉભી થયેલી ફોલ્લીઓ દેખાય છે, જે માથાથી શરૂ થાય છે અને શરીરની નીચે ફેલાય છે, તે એકસાથે જોડાઈને ડાઘ બનાવે છે. જેમ કે ડૉ. નકવી સમજાવે છે, ફોલ્લીઓ ત્વચાના ટોનમાં અલગ રીતે દેખાઈ શકે છે:
“ફોલ્લીઓ નિસ્તેજ ત્વચા પર લાલ અથવા લાલ-ભુરા રંગની દેખાય છે, જ્યારે શ્યામ અથવા બ્રાઉન ત્વચા પર, ફોલ્લીઓ જોવાનું મુશ્કેલ થઈ શકે છે. તે ઘાટી અથવા હાયપરપીગ્મેન્ટેડ દેખાઈ શકે છે અને તે બમ્પી પણ લાગે શકે છે.” ફોલ્લીઓ વિશે વધુ માહિતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
ડૉક્ટર નકવી કહે છે કે જો તમને લાગે કે તમારા બાળકને ઓરી છે, તો તબીબી સલાહ માટે તમારી GP પ્રેક્ટિસ અથવા 111 પર કૉલ કરો. “કમનસીબે, ઓરીવાળા પાંચમાંથી એક બાળકને હોસ્પિટલમાં જવું પડે છે. ઓરી ગંભીર ગૂંચવણો તરફ દોરી શકે છે જેમાં ન્યુમોનિયા (છાતીમાં ગંભીર ચેપ), મગજનો ચેપ (જેમ કે મેનિન્જાઇટિસ) અને દુર્લભ કિસ્સાઓમાં મૃત્યુનો સમાવેશ થાય છે. તે ચેપ વર્ષો સુધી બાળકની રોગપ્રતિકારક શક્તિને પણ નબળી બનાવી શકે છે.”
તે ખૂબ જ ચેપી પણ છે. રસી વગરના 10માંથી નવ બાળકો જો તેમના ક્લાસરૂમમાં કોઈને ઓરી હોય તો તેનો ચેપ લાગી શકે છે. જ્યારે પ્રથમ વખત ફોલ્લીઓ દેખાય ત્યારથી ઓછામાં ઓછા ચાર દિવસ માટે તમારા બાળકને શાળાથી દૂર રાખવાથી જેઓ વધુ સંવેદનશીલ હોય, જેમ કે બાળકો, વૃદ્ધો અથવા ચેપની સંભાવના ધરાવતા લોકોમાં તે ચેપ પસાર થવાનું જોખમ ઘટાડવામાં મદદ થઇ શકે છે.
નાના બાળકોનું રક્ષણ કરવું
NHS ઘણા સંભવિત જીવન બદલતા રોગો સામે રક્ષણ આપવા માટે રસીકરણ કરે છે. તમે તમારા બાળકના આરોગ્ય રેકોર્ડ – ‘રેડ બુક’ માં જોઈને અથવા તેમની GP પ્રેક્ટિસને પૂછીને તમારૂ બાળક બાળપણની રસીઓ સાથે અપ ટુ ડેટ છે કે કેમ તે ચકાસી શકો છો.
ઓરી માટે કોઈ ઈલાજ નથી. પરંતુ યુકેમાં 1968માં ઓરીની રસી દાખલ કરવામાં આવી ત્યારથી 20 મિલિયન લોકોનો ચેપ ટાળવામાં આવ્યો છે અને 4,500 લોકોના જીવ બચાવી શકાયા છે.
ડૉ. નકવી કહે છે: “એમએમઆર રસીના બે ડોઝ ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલાથી આજીવન રક્ષણ પૂરું પાડે છે. જો તમે અથવા તમારું બાળક MMR રસીના એક અથવા બંને ડોઝ ચૂકી ગયા હોય, તો તમારી GP પ્રેક્ટિસનો સંપર્ક કરો.”
ફ્લૂની રસી બે અને ત્રણ વર્ષની વયના મોટાભાગના બાળકો, રીસેપ્શન ક્લાસથી લઈને યર 11 સુધીના શાળા-વયના બાળકો અને 6 મહિના અને તેથી વધુ ઉંમરના બાળકોને અમુક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ સાથે આપવામાં આવે છે.
ડૉ. ખાન ઉમેરે છે: “શાળાએ જતા બાળકો અને કિશોરો તેમની ફ્લૂની રસી શાળામાં અથવા કોમ્યુનિટી ક્લિનીક્સમાંથી મેળવી શકે છે. જો તેમના બાળકને લાંબા ગાળાની આરોગ્યની સ્થિતિ હોય, તો માતાપિતા પસંદ કરી શકે છે કે તેમને શાળામાં રસી આપવામાં આવે કે GP પ્રેક્ટિસમાં. પરંતુ 2-3 વર્ષની વયના પાત્ર બાળકોને તેમની રસી માટે તેમની જીપી પ્રેક્ટિસમાં જવાની જરૂર પડશે.”
બાળકોને સામાન્ય રીતે ફલૂની રસી નાકમાં ઝડપી અને પીડારહિત સ્પ્રે તરીકે અપાય છે.
ડો. ખાન કહે છે, “કેટલાક માતા-પિતાને ડુક્કરના માસમાંથી બનેલી ફલૂના નાકમાં નાંખવાના સ્પ્રેમાંના જિલેટીન વિશે ચિંતા હોય છે. જો તમને તેની ચિંતા હોય, તો તમારા ધાર્મિક નેતા સાથે વાત કરવી યોગ્ય હોઈ શકે છે. કારણ કે રસી મેળવવા માટે અપવાદો હોઈ શકે છે. કારણ કે તે સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે ઓફર કરવામાં આવી છે. ઉપરાંત, જેમાં પ્રાણીઓમાંથી મેળવેલા જિલેટીનનો સમાવેશ થતો નથી તેવી ઇન્જેક્ટેબલ ફલૂ વેક્સિન જૅબ વિષે તમારી જીપી પ્રેક્ટિસને તેના જોખમ અને ફાયદા વિશે પૂછો.
તમારી રસીઓ બુક કરવા માટે
જો તમને તમારી ફ્લૂ અને કોવિડ રસીઓ બુક કરાવવા માટે મદદની અથવા અનુવાદકની જરૂર હોય, તો NHS 119 પર મફતમાં કૉલ કરો.
- તમે NHS એપ ડાઉનલોડ કરીને અથવા nhs.uk.wintervaccinations ની મુલાકાત લઈને બંને રસીઓ બુક કરી શકો છો.
- તમને સ્થાનિક NHS સેવા જેમ કે GP પ્રેક્ટિસ અથવા કોમ્યુનિટી ફાર્મસી દ્વારા પણ આ ઓફર કરવામાં આવી શકે છે અને કેટલાક વિસ્તારો વોક-ઇન COVID-19 રસીકરણ પણ ઓફર કરે છે.
- આ રીતો ઉપરાંત, હેલ્થ એન્જ સોસ્યલ કેર વર્કર્સને તેમના એમ્પ્લોયર દ્વારા તેમની રસી ઓફર કરવામાં આવી શકે છે.
- કેટલાક વિસ્તારોમાં, સગર્ભા સ્ત્રીઓ એન્ટીનેટલ (પ્રસૂતિ પહેલાંના) ક્લિનિકમાં ફ્લૂની રસી મેળવી શકે છે.
- 2 – 3 વર્ષની વયના બાળકો માટે તેમની GP પ્રેક્ટિસ દ્વારા ફ્લૂની રસી બુક કરાવો (જે તમારા બાળકે ચૂકી ગયેલી અન્ય રસી આપવામાં પણ મદદ કરી શકે છે).
વધુ સલાહ અને માહિતી માટે www.nhs.uk/seasonalvaccinations પર સર્ચ કરો. તમે રસીઓ વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો અને બ્રિટિશ સોસાયટી ફોર ઇમ્યુનોલોજીની વેબસાઇટ પર રસીઓ કેવી રીતે કાર્ય કરે છે તે વિશેનું ડૉક્ટર ડોનાલ્ડ પામર દ્વારા અભિનીત એનિમેશન જોઈ શકો છો.