ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તરીકે બુધવારે તીરથ સિંહ રાવતે શપથ લીધાં હતા. તેઓ રાજ્યના 11માં મુખ્યપ્રધાન બન્યા છે. તેમને દેહરાદૂનમાં ભાજપા ધારાસભ્ય દળની બેઠકમાં પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા કરવામાં આવ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીરથ સિંહ રાવતને શુભકામના પાઠવી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પસંદ થયા બાદ તીરથ સિંહ રાવતે જણાવ્યું હતું કે, તેઓ સૌને સાથે લઈને કામ કરશે, તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તેનું તેઓ પુરી નિષ્ઠા સાથે પાલન કરશે. પાર્ટીએ મને આ તક આપી છે અને તે માટે હું પાર્ટી નેતૃત્વનો ખુબ આભારી છું.
અગાઉ આંતરિક અસંતોષને કારણે મંગળવારે ત્રિવેન્દ્ર સિંહ રાવતે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું અને તેમની જગ્યાએ હવે થીરથ સિંહ રાવત મુખ્યપ્રધાન બન્યાં છે. ઉત્તરાખંડમાં આગામી વર્ષના ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે તેના મુખ્યપ્રધાનને બદલી નાંખ્યાં છે.
ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે અને પક્ષના ધારાસભ્યો અને નેતાઓનો વિરોધને પગલે ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવે છે. આ નેતાઓએ નારાજગી જાહેર કર્યાં બાદ ત્રિવેન્દ્ર સિંહના મુખ્યપ્રધાન પદ પર તલવાર લટકતી હતી. તે પછી ભાજપના હાઉકમાન્ડે આ મુદ્દે મંથન કર્યું હતું.