અમેરિકાના યુટાહ રાજ્યના એનોક શહેરના એક ગ્રામીણ ઘરમાં એક પરિવારના પાંચ બાળકો સહિત આઠ સભ્યો ગોળી મારીને હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. સોલ્ટ લેક સિટીથી લગભગ 245 માઇલ (394 કિમી) દક્ષિણમાં પ્રોપર્ટીના વેલ્ફેર ચેકિંગ કરતી વખતે પોલીસને બુધવારે મૃતદેહો મળી આવ્યા હતા.
આ હત્યાકાંડ પાછળનો કોઇ ઇરાદો જાણી શકાયો ન હતો. અને પોલીસે માર્યા ગયેલાઓ વિશે વિગતો આપી નથી. સિટી લીડર રોબ ડોટસને જણાવ્યું હતું કે લગભગ 8,000 લોકોનું શહેર આઘાતમાં છે. સીબીએસએ ડોટસનને ટાંકીને જણાવ્યું હતું કે “આ સમયે આ સમુદાય પીડાઈ રહ્યો છે. તેઓ ખોટ અનુભવી રહ્યાં છે, તેઓ પીડા અનુભવી રહ્યાં છે અને તેમની પાસે ઘણા બધા પ્રશ્નો છે”
તેમણે ઉમેર્યું હતું કે પરિવાર શહેરમાં જાણીતો હતો, અને પોલીસ તપાસ ચાલુ રાખતાં વધુ માહિતી જાહેર કરશે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે પાંચ બાળકો આયર્ન કાઉન્ટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટની શાળાઓમાં ભણતા હતા. ઉટાહના ગવર્નર સ્પેન્સર કોક્સે “સંવેદનહીન હિંસા” થી પ્રભાવિત લોકો માટે તેમની સંવેદના ટ્વિટ કરી હતી.
આ પહેલા અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં મંગળવારે રાત્રે થયેલી ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 8 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. મેટ્રોપોલિટન પોલીસ વિભાગે જણાવ્યું હતું કે લગભગ 6 વાગ્યે ગોળીબાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના ગઈકાલે બની હતી તેમ સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તમામ મૃતકોના શરીર પર ગોળીઓના નિશાન હતા. પોલીસની ટીમ ઘટનાસ્થળે ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. હજુ સુધી પોલીસને હુમલાખોર વિશે કોઈ સુરાગ નથી મળ્યો. પોલિસના જણાવ્યા અનુસાર ગોળીબાર બાદ ત્રણ શંકાસ્પદ, એક SUV ડ્રાઈવર અને અન્ય બે વ્યક્તિઓની શોધ કરવામાં આવી રહી છે.