અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોરોના વાયરસના સંક્રમણમાં સંપડાઈ ગયા છે. વ્હાઈટ હાઉસે સોમવારના રોજ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે ટ્રમ્પના 54 વર્ષીય સહયોગી રોબર્ટ બ્રાયનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે.
વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ઓ બ્રાયન આઈસોલેશનમાં છે અને ત્યાંથી જ કામ કરી રહ્યા છે. વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટને સંક્રમણનો કોઈ ખતરો નથી. ઓ બ્રાયન સંક્રમણની લપેટમાં આવનારા ટ્રમ્પ પ્રશાસનના અત્યાર સુધીના સૌથી વરિષ્ઠ અધિકારી છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 16474622 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 654007 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 9566234 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 6254381 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.