ફલોરિડા જેવા પોતાના ગૃહ રાજ્યમાંથી વચનબધ્ધ ડેલીગેટ્સ તરફથી સમર્થન માટે પુરતા મત મેળવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લીકન પાર્ટીના અમેરિકાના પ્રમુખપદના સંભવિત ઉમેદવાર બન્યા હતા.નેશનલ ડેલીગેટ કાઉન્ટ અનુસાર, ટ્રમ્પને ૧૩૩૦ મત મળ્યા હતા. ૨૫૫૦ પ્લેજ્ડ (વચનબધ્ધ) ડેલીગેટ્સ પૈકા ટ્રમ્પને ૧૨૭૬ મત મળ્યા હતા.હવે ઓગસ્ટમાં મળનારી રિપબ્લીકન નેશનલ પરિષદમાં ટ્રમ્પને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવશે.એક નિવેદનમાં ટ્રમ્પના પ્રચાર ઝુંબેશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમના ગૃહ રાજ્ય ફલોરિડામાં પ્રાઇમરીઓએ તેમને જ પ્રમુખપદના ઉમેદવાર જાહેર કર્યા હતા.
દરમિયાન, ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન પ્રમુખપદના પ્રબળ ઉમેદવાર બનવા તરફ આગળ વધુ રહ્યા હતા. તેમણે નજીકના હરિફ બર્ની સેન્ડર્સને ત્રણ મહત્તવના પ્રાઇમરીઝ ફલોરિડા,ઇલિનોઇસ અને એરિઝોનામાં પાછળ ધકેલી દીધા હતા.આમ હવે તેઓ ટ્રમ્પ સામે રિપબ્લીકન પાર્ટીના સંભવિત ઉમેદવાર બનશે. ૭૭ વર્ષના બિડેને વેર્મોન્ટના ૭૮ વર્ષના સેનેટર સેનડર્સને પાછળ રાખી દીધા હતા.મંગળવારે જ્યાં પ્રાઇમરીઝની ચૂંટણી થવાની છે તે ઓહાયામાં કોરોનાવાઇરસના કારણે મતદાન મોકુફ રખાયો હતો. મંગળવાર સુધીમાં બિડેનને ૧૧૨૧ વચનબધ્ધ ડેલીગેટ્સનું સમર્થન મળ્યું હતું જ્યારે સેન્ડર્સને ૮૩૯ ડેલીગેટ્સનો ટેકો મળ્યો હતો.
જુલાઇમાં વિનકોનલીનમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં સંભવિત ઉમેદવારને ૩૯૭૦ પૈકી ૧૯૯૧ મત તો મળવા જ જોઇેએ. આ તરફ ટ્રમ્પને ફલોરિડામાં ૧૨૨ ડેલીગેટ્સ મળતાં ટ્રમ્પને હવે ૧૩૩૦ ડેલીગેટ્સનું સમર્થન મળી ગયું હતું. સંભવિત ઉમેદવાર બનવા માટે ૧૨૭૬ ડેલીગેટ્સનું સમર્થન મળવું જોઇએ.પરંતુ ટ્રમ્પને એના કરતાં પણ વધારે મળ્યા હતા.’રિપબ્લીકન પાર્ટી પહેલાં કરતાં વધારે સંગઠીત અને ઊર્જાવાન બની છે અને આનું કારણ છે પ્રમુખ ટ્રમ્પનું નેતૃત્વ અને તમામ અમેરિકનો વતી તેમણે મેળવેલી સિધ્ધીઓ’એમ ટ્રમ્પ ૨૦૨૦ પ્રચારના મેનેજર બ્રાડ પાર્સકાલે કહ્યું હતું.