અમેરિકાએ પાકિસ્તાનમાં લઘુમતીઓની ધાર્મિક સ્વતંત્રતાની સુરક્ષા ન કરવા માટે પાકિસ્તાનની નિંદા કરી છે, અમેરિકાનાં વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ 27 રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રિય ધાર્મિક સ્વતંત્રતા ગઠબંધનનાં ઉદઘાટન દરમિયાન કહ્યું કે અમે ત્રાસવાદીઓ અને કટ્ટરવાદીઓની કરીએ છીએ.
જે ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવે છે, પછી તે ઇરાકમાં યઝદી હોય, પાકિસ્તાનમાં હિંદુ હોય કે નાઇજીરીયામાં ખ્રીસ્તી હોય, કે પછી બર્મામાં મુસ્લીમ હોય,
પોમ્પિયોનું આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે ભારતમાં અફઘાનિસ્તાન,બાંગ્લાદેશ, અને પાકિસ્તાનથી 6 ધર્મનાં લોકો માટે નાગરિક્તા સુધારા કાયદો લાવવામાં આવ્યો છે.
હિંદુ ધાર્મિક સ્થળોને તોડવાનાં અને હિંદુ યુવતીઓનું ધર્મ પરિવર્તનનાં સમાચારો પાકિસ્તાનમાં સતત આવે છે, એવામાં પોમ્પિયોએ કહ્યું કે અમે ઇંશનિંદા અને ધર્મત્યાગી કાનુનની નિંદા કરીએ છીએ.અમે તમામ ધર્મો માટે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની શત્રુતાનો પણ વિરોધ કરી છીએ, અમે જાણીએ છીએએ કે તમે ચીનનાં દબાણનાં વિરૂધ્ધ હિમ્મત બતાવીને આ ગઠબંધનનો ભાગ બન્યા છો.
અમે તે માટે આભાર માનીએ છીએ.પોમ્પિયોએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, ઇઝરાયેલ, યુક્રેન, નેધરર્લેન્ડ, તથા ગ્રીસ આ ગઠબંધનમાં આવનારા અગ્રણી દેશ છે, તેમણે કહ્યું કે વાસ્તવમાં આપણે તમામ ચીજોથી વધું સત્ય માટે લડવું જોઇએ, દુનિયામાં 10માંથી 8 લોકો પોતાને ધાર્મિક માન્યતાથી સ્વતંત્ર રહીને નથી માની શકતા.