અમેરિકાના સંખ્યાબંધ શહેરોમાં લોકોએ રસ્તાઓ પર ઉતરી આવી લોકડાઉનના અતિ આકરા નિયમોનો વિરોધ કર્યો હતો. પ્રેસિડેન્ટ ટ્રમ્પે બે દિવસ પહેલાં ટ્વીટ કરી મિશિગન, મિનેસોટા અને વર્જીનિયા રાજ્યને લોકડાઉનમાંથી મુક્તિ આપવાનો અભિપ્રાય આપ્યો હતો. આ ત્રણેય રાજ્યો ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટિક પક્ષ દ્વારા સાશિત છે. પ્રેસિડેન્ટે પણ કેટલાંક રાજ્યનો મુક્તિ આપવાની ટ્વીટ કરતા વધારને વધારે લોકો મુક્તિની માગણી સાથે રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.
ટ્રમ્પ દેશમાં લોકડાઉન ચાલુ રાખવા તૈયાર નથી. ગુરુવારે આ માટેની ગાઇડલાઇન જારી કર્યાં પછી શુક્રવારે ટ્રમ્પે તેમના સમર્થકોને ડેમોક્રેટિક ગવર્નરોના શાસન હેઠળના રાજ્યોને લોકડાઉનમાંથી મુક્ત કરાવવાની અપીલ કરતાં હજારો ટ્રમ્પ સમર્થકો રાજ્યો દ્વારા લદાયેલા નિયંત્રણોના વિરોધમાં બંદૂકો સાથે સડકો પર ઊતરી આવ્યાં હતાં.
ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે, `LIBERATE MINNESOTA!’ `LIBERATE MICHIGAN!’ `LIBERATE VIRGINIA’. વેપાર-ઉદ્યોગ અને ધંધા બંધ થવાના કારણે અનેક લોકો બેકાર બન્યા છે, લોકોને ખાવા માટે પણ ચેરિટી ઉપર આધાર રાખવો પડે છે.
બીજીતરફ સંખ્યાબંધ રાજ્યોના ગવર્નર હજુ ટ્રમ્પના લોકડાઉન ખોલવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યાં છે. ન્યૂયોર્કના ગવર્નરે રાજ્યમાં લદાયેલા નિયંત્રણ ૧૫ મે સુધી લંબાવી દીધાં છે.
વોશિંગ્ટનના ગવર્નર જે ઇન્સ્લીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ આ પ્રકારના આહવાન કરીને કરોડો અમેરિકનોની જિંદગી દાવ પર લગાવી રહ્યાં છે. ટ્રમ્પ ગેરકાયદેસર અને ભયાનક કૃત્યો અને બળવાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેમના આ પ્રકારના આહવાનો હિંસા ફેલાવી શકે છે. ઓરેગોનના ગવર્નર કેટ બ્રાઉને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કેસમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી નિયંત્રણો હટાવાશે નહીં. દરમિયાન શુક્રવારે ફ્લોરિડામાં નિયંત્રણો હટાવીને દરિયા કિનારા ખુલ્લા મુકાતાં સેકડો લોકોના ટોળાં દરિયા કિનારા પર ધસી ગયાં હતાં. ફ્લોરિડામાં મર્યાદિત સમય માટે દરિયા કિનારા ખુલ્લા મુકાયાં છે.
કોન્કોર્ડ શહેરમાં વરસતા વરસાદમાં પણ ૪૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં પણ આશરે ૫૦૦થી વધુ પ્રદર્શનકારીઓ એકત્ર થયા હતા. તેમની માગણી હતી કે કેટલાંક વિસ્તારોમાં અપાયેલા રેસ્ટ એટ હોમ એટલે કે લોકડાઉનના આદેશો બિનજરૃરી અને અવ્યહારું છે. આ આદેશોના કારણે લાખો કામદારો અને વેપારીઓની આવક ઠપ થઇ છે.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ટ્વીટ કરી અમેરિકાના મિશીગન, મિનસોટા અને વર્જીનિયા રાજ્યને લોકડાઉનમાંથી મુક્તિ આપવાનો અભિપ્રાય વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. આ ત્રણેય રાજ્યો ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટિક પક્ષના ગવર્નરોના શાસન હેઠળ છે. ટ્રમ્પના ટ્વીટના કારણે લોકડાઉનમાંથી મુક્તિ આપવા માટે વધુને વધુ લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. જો કે આ મુદ્દે એવા આક્ષએપો પણ થઇ રહ્યા છે કે ટ્રમ્પ તેમના વિરોધી પક્ષ શાસિત રાજ્યોમાં લોકોને ઉશ્કેરી રહ્યા છે, પરંતુ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન દ્વારા શાસિત ન્યૂ હેમ્પશાયર સહિતના રાજ્યોમાં પણ આવા પ્રદર્શનો જોવા મળ્યા હતા.
મિશિગનમાં લોકડાઉનના વિરોધમાં લોકોએ રેલી કાઢી
એક તરફ સમગ્ર વિશ્વમાં લોકોને કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા સોશિયલ ડિસ્ટેન્સિંગ અને લોકડાઉનનો સહારો લેવાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ કેટલાક લોકો હજુ પણ આ મહામારીની ગંભીરતા સમજવા માટે તૈયાર નથી જણાતા. અમેરિકાના મિશિગન રાજ્યમાં બુધવારે, 15 એપ્રિલે આ પ્રકારની જ એક ગંભીર ઘટના બની હતી. મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિમરે લોકોને ઘરમાં રહેવા અને વેપાર-ધંધા બંધ રાખવાનો આદેશ આપ્યો હતો ત્યારે તેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરીને દેખાવો કરવા લાગ્યા હતા.
દેખાવકારો હાથમાં ‘ગવર્નર વ્હિમર અમે કેદી નથી’, ‘મિશિગનના લોકો ગ્રેચેનના ખરાબ વલણની વિરૂદ્ધ છે’ વગેરે લખેલા પોસ્ટર લઈને રસ્તાઓ પર ઉતર્યા હતા. પ્રદર્શનના થોડા કલાકો બાદ વ્હિમરે રેલીના લીધેલ લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. મિશિગન કંઝર્વેટિવ કોલિશન દ્વારા ‘ઓપરેશન ગ્રિડલોક’ નામના આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.