અમેરિકાના અનેક શહેરોમાં શુક્રવારની રાતથી રવિવાર દરમિયાન ચોથી જુલાઇના વીકેન્ડમાં ગન વાયોલન્સ ફાટી નીકળ્યું હતું, જેમાં અંદાજે 160 લોકોના મોત થયા હતા અને 500 કરતા વધુ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે પાંચ લોકોના મોત અને 31 લોકો ઘાયલ થતાં રાજ્યમાં ઇમર્જન્સી જાહેર કરી હતી. તેમણે એક હજાર નેશનલ ગાર્ડને જાહેર મિલ્કતોના રક્ષણ માટે અને શહેરોમાં પેટ્રોલિંગ માટે તહેનાત કરવા આદેશ કર્યો હતો.
શિકાગોમાં તાજેતરની સૌથી વધારે લોહિયાળ ઘટના ઘટી હતી, જેમાં સાત વર્ષની એક બાળકી અને 14 વર્ષના એક કિશોર સહિત 17 લોકોના મોત થયા હતા, તેમ જ 63થી વધુ લોકો ઘાયલ થયા હતા. શહેરમાં વધારાના ૧,૨૦૦ અધિકારીઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવા છતાં અને શહેરના મેયર લોરી લાઇટફૂટ દ્વારા શહેરમાં લોકોને વિનંતી કરી હતી. તેમણે બાળકોનો મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો.
શહેરની દક્ષિણ અને પશ્ચિમ બાજુએ આ વર્ષનું સૌથી ખરાબ વીકેન્ડ જોયું છે, જોકે, તાજેતરના ગોળીબાર દરમિયાન એક વર્ષનો એક અને ત્રણ વર્ષના એક બાળકનું મૃત્યુ થયું હતું. હિંસા વધવાને કારણે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લાઇટફૂટ અને ઇલિનોઇના ગવર્નર જેબી પ્રિઝ્ટકર, બંને ડેમોક્રેટ્સને પત્ર લખવા માટે મજબૂર કર્યા હતા, તેમણે આરોપ મૂક્યો હતો કે તેઓ ગુના વિરોધી પગલાં ભરવા અને કોરોના વાઇરસના રાહત કાર્યો માટે વિશેષ ફેડરલ ભંડોળમાં એક બિલિયન ડોલર મેળવવા છતાં તેના પરિણામો મળ્યા નથી.
જ્યોર્જિયાના એટલાન્ટામાં આઠ વર્ષીય બાળા- સેકોરીયા ટર્નરના ગોળીબારથી મૃત્યુના કારણે મેયર કીશા લાન્સ બોટમ્સે ન્યાયની માગણી કરી હતી. બોટમ્સે જણાવ્યું હતું કે, હવે આ બહું થયું, જો તમે ઇચ્છતા હોય કે લોકો અમને ગંભીરતાથી લે અને જો તમે આ સ્થિતિ ગુમાવવા નહીં ઇચ્છતા હોવ તો આપણે એકબીજાને ગુમાવીશું નહીં. ન્યૂ યોર્કમાં શનિ અને રવિવારે ગોળીબારની અનેક ઘટનાઓમાં 9 લોકો માર્યા ગયા હતા, તો બીજા 41ને ઈજાઓ થઈ હતી. ફિલાડેલ્ફીઆમાં રવિવારે પાંચ કલાકમાં પાંચના મોત થયા હતા.