2019ના રાજકોષીય વર્ષમાં માત્ર 7990 કૌશલ્યવાન અમેરિકી કંપનીઓના ભારતીય કર્મચારીઓને ગ્રીનકાર્ડ મળ્યું હતું. ઈબી2 અને ઈબી3 અરજદારોને આપવામાં આવેલા કુલ ગ્રીનકાર્ડમાં આ સંખ્યા માત્ર 10% છે. સામાન્ય રીતે આગળની ડિગ્રી ધરાવનારા ઈબી2 કેટેગરી માટે કવોલિફાય થાય છે, જયારે ઈબી3 સ્કિલ્ડ વર્કર્સ અને પ્રોફેશનલ માટે છે.
એક વિશ્લેષણ મુજબ આગળના વર્ષમાં ચિત્ર વધુ સારું હતું. 30 સપ્ટેમ્બર, 2018ના તે સ્કિલ્ડ ભારતીય કર્મચારીઓએ આ બન્ને કેટેગરી હેઠળ 10,208 (કુલ સંખ્યાના 13%) ગ્રીનકાર્ડ મળ્યા હતા. કન્ટ્રીદીઠ મર્યાદા હટાવી લેવામાં ન આવે તો ભાવિ તરાહ આથી પણ વધુ અંધકારમય હશે.
અમેરિકા દર વર્ષે રોજગારી આધારીત 1.40 લાખ ગ્રીનકાર્ડ આપે છે, અને દેશદીઠ 7% ટોચમર્યાદા છે. જો કે ફર્સ્ટ કમ- ફર્સ્ટ સર્વર્ડ આધારે નહીં આપવામાં આવેલા ગ્રીનકાર્ડ આ ટકાવારીમાં ઉમેરી શકાય છે. અમેરિકામાં ભારતીય કર્મચારીનો ભારે ધસારો જોતા અમેરિકાની નિમંત્રણકારી નીતિના કારણે ગ્રીનકાર્ડ મેળવવા દસકાઓ સુધી વાટ જોવી પડે છે.
અમેરિકન લિબટેરિયન થિંકટેંક કેટો ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ આ બન્ને કેટેગરીમાં ભારતીયોને 10% ગ્રીનકાર્ડ મળ્યા એનું કારણ બાકીના વિશ્વની ડિમાન્ડ ઓછી હતી, પરંતુ, શેષ વિશ્વની માંગ વધી રહી હોવાના કારણે ભારતીયોની સંખ્યા વધુ સંકોચાઈ જશે.
કેટો ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ 2018ની સ્થિતિએ 5.86 લાખ કર્મચારીઓ અને તેમના પરિવારો (એમાંના 5.68 લાખ ભારતીયો છે) ઈબી2 અને ઈબી3 કેટેગરીના ગ્રીનકાર્ડની વાત જોતા હતા. ભારતીયોને ગ્રીનકાર્ડ મળવાનો વેઈટીંગ પીરીયડ 49 વર્ષનો છે. જયારે ચાઈનીઝ માટે માત્ર 6 હાલમાં ગ્રીનકાર્ડની વાટ જોતા ભારતીયોએ 2009 થી અરજી કરી રહી છે.
આ સમસ્યાના નિવારણ માટે રજુ થયેલા ખરડા પર સેનેટે નિર્ણય લેવો બાકી છે. કેસે ઈન્સ્ટીટયુટના એનાલીસ્ટના જણાવ્યા મુજબ કોંગ્રેસે (અમેરિકી સંસદ) દેશવાર (કંટ્રો કેપ) મર્યાદા દૂર કરવી જોઈએ કેમકે અરજદારો સાથે દેશ આધારીત ભેદભાવ થવો ન જોઈએ. વહેલા તે પહેલાના ધોરણેની સિસ્ટમ વધુ ન્યાયી છે.