કોરોના વાઇરસનો કુલ આંકડો 10 મિલિયનને વટાવી ગયો હોય તેવો અમેરિકા વિશ્વમાં પ્રથમ દેશ બન્યો છે, એમ રવિવારે રોઇટર્સ ટેલીમાં જણાવાયું હતું. કોરોના વાઇરસના થર્ડ વેવને કારણે દેશમાં નવા કેસોમાં ઉછાળો આવ્યો છે. બીજી તરફ વિશ્વમાં કોરોના કેસની સંખ્યા 50 મિલિયનને વટાવી ગઈ છે.
અમેરિકામાં છેલ્લાં દસ દિવસમાં આશરે એક મિલિયન કેસ નોંધાયા છે, જે 293 દિવસ પહેલા પ્રથમ કેસ નોંધાયા પછીનો સૌથી ઊંચો રેટ છે. અમેરિકામાં શનિવારે કોરોના વાઇરસના 1.31 લાખ કેસ નોંધાયા હતા. છેલ્લાં સાત દિવસમાં પાંચ વખત એક લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી 237,000 લોકોના મોત થયા છેઅમેરિકામાં છેલ્લાં સાત દિવસની સરેરાશ 105,600 કેસની છે. , જે ભારત અને ફ્રાન્સની કુલ એવરેજ કરતાં વધુ છે.