અમેરિકાના કનેક્ટિક્ટ વિસ્તારમાં હર્ટફોર્ડ શહેરના નાઈટ ક્લબમા ફાયરીંગ થયુ. પોલીસના જણાવ્યા અનુસાર, આ ફાયરીંગમા એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે તેમજ 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, નાઈટ કલબમા સામાન્ય રીતે ઝઘડા થતા હોય છે. તેના કારણે જ પોલીસ ક્લબની બહાર હાજર રહે છે, પરંતુ રવિવારે રાત્રે લગભગ 1:30 વાગે પર ક્લબની અંદર ફાયરીંગનો અવાજ આવ્યો. ગોળીનો અવાજ સાંભળતા જ પોલીસ ઓફિસર જેવા ક્લબમા દાખલ થયા કે ક્લબમા મોટી સંખ્યામા હાજર લોકો બહાર નીકળવાના ગેટ તરફથી ભાગી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર મેજસ્ટિક લોજ નાઈટ ક્લબમા થયેલા ફાયરીંગના કારણે 28 વર્ષના યુવકનું મોત નીપજ્યુ હતુ. ફાયરીંગમા બે પુરૂષો અને મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા 4 લોકોમાંથી બે લોકોની રવિવારે સવારે સર્જરી કરાવવી પડી તેમજ બાકીના લોકોની સ્થિતિ જોખમમાંથી બહાર છે. હર્ટફોર્ડ શહેરના મેયર લ્યૂક બ્રોનિને જાણકારી આપી કે, ક્લબમા થયેલા ફાયરીંગમા ગેરકાયદેસર બંદૂકોનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ ક્લબમા પહેલા પણ આ બાબતની કેટલીય વાર ફરીયાદ થઈ છે.
પોલીસ ઓફિસર તાત્કાલિક ક્લબની અંદર પહોંચ્યા અને વધારે નુકશાન થવાથી બચાવી લીધુ. પોલીસે ઈજાગ્રસ્ત લોકોને તરત જ પ્રાથમિક સારવાર આપી. અમેરિકામાં છાશવારે થતી આવી ગોળીબારની ઘટનાઓ માટે ત્યાંના બંદૂક કાયદાને જવાબદાર ઠરાવવામાં આવે છે.
11 ડિસેમ્બર 2019ના રોજ ન્યુ જર્સીમાં સ્ટોરની બહાર થયેલા ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત 6 લોકોનાં મોત થયા હતા. વર્ષ 2017 ઓક્ટોબરમાં લાસવેગાસમાં થયેલી ફાયરિંગની ઘટનામાં 58 જણાના મૃત્યુ થયા હતા. એ પહેલા જુલાઇમાં આરકાન્સાંસ રાજ્યની એક ક્લબમાં બનેલી ફાયરિંગની ઘટનામાં 17 જણા ઇજાગ્રસ્ત થઇ ગયા હતાં.આવી જ એક ગોળીબારના બનાવમાં સત્તાઘારી રિપબ્લિકન પાર્ટીના એક સાંસદ ઇજાગ્રસ્ત થઇ ગયા હતાં.