કોરોના વાઈરસના પ્રકોપને લીધે અમેરિકાનું અર્થવ્યવસ્થા અનિશ્ચિતતાના માહોલમાં પહોંચી ગયુ છે. દેશભરમાં કારોબાર ઠપ્પ થઈ ગયો છે. વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ન્યૂયોર્કની સ્થિતિ પણ ચિંતાજનક છે. હવે એ જોવુ મુશ્કેલ છે કે સ્થિતિ કઈ હદ સુધી બગડે છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના મુખ્ય અમેરિકી અર્થશાસ્ત્રી ગ્રેગ ડેકોનું કહેવું છે કે અર્થતંત્રમાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 0.4 ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં 12 ટકા સુધીનો ઘટાડો થશે.
જોકે, ગોલ્ડમેન સાક્સનું કહેવું છે કે બીજા ત્રિમાસિક ગાળાના આંકડા 24 ટકા સુધી જ હોઈ શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે વર્તમાન સમયમાં બેરોજગાર લોકોની સંખ્યા 22 લાખ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ડેકોના મતે એપ્રિલ સુધીમાં બેરોજગારની સંખ્યા 1.65 કરોડ થઈ શકે છે.અર્થતંત્રની અગાઉ ક્યારેય આવી સ્થિતિ જોઈ ન હતી. ન્યૂ યોર્ક સહિત મુખ્ય શહેર લગભગ લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યું છે.
ન્યુયોર્ક રાજ્યમાં આવશ્યક સેવાઓને બાદ કરતા તમામને બંધ કરવા કહેવામાં આવ્યું છે. યુદ્ધના સમયે પણ આ પ્રકારનું સંકટ હતું. આ મહામંદીથી પણ વધારે સ્થિતિ બગાડી શકે છે. મોર્ગન સ્ટેન્લી બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી એલન જેન્ટનરે કહ્યું છે કે અગાઉ ક્યારેય મંદીના સમયમાંથી બહાર નિકળતા અટકાવી શક્યા નથી.
તેમનું કહેવું છે કે મોટી કંપનીઓની તુલનામાં નાની કંપની પર ખૂબ જ અસર થશે. જાન્યુઆરી સુધી અર્થવ્યવસ્થાની ગતિ સંપૂર્ણપણે અટકી ગઈ હતી, તે હવે અટકી ગયેલ છે. અર્થશાસ્ત્રીઓને દરરોજ તેમના મોડલમાં સુધારો કરવો પડે છે. રેટિંગ એજન્સિ ક્રેડિટ સુઈસે કહ્યું છે કે નજીક ભવિષ્યમાં આર્થિક આંકડા ફક્ત ખરાબ જ નથી પણ અકલ્પનીય હશે.