(Photo by ANDREW CABALLERO-REYNOLDS/AFP via Getty Images)
અમેરિકાની ક્રિકેટ ટીમે તેની સૌપ્રથમ આઈસીસી સ્પર્ધાની શરૂઆત ધમાકેદાર રીતે કરી હતી અને શનિવારે ટેકસાસના ડલ્લાસ ખાતે કેનેડાને સાત વિકેટે હરાવ્યું હતું. યજમાન ટીમે ટી-20 વર્લ્ડ કપની અને પોતાની પ્રથમ મેચમાં આ વિજય સાથે એક રેકોર્ડ પણ કર્યો હતો, તેણે સૌથી મોટા ટાર્ગેટનો સફળ રનચેઝ કરી કેનેડાને હરાવ્યું હતું. ટી-20 વર્લ્ડ કપમાં પણ સફળ રનચેઝના રેકોર્ડમાં અમેરિકાનો આ સ્કોર ત્રીજા ક્રમે આવી ગયો હતો.
અમેરિકાના સુકાની મોનાંક પટેલે ટોસ જીતી કેનેડાને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. કેનેડાએ પાંચ વિકેટે 195 રનનો પડકારજનક સ્કોર ખડકી દીધો હતો. એમાં ઓપનર નવનીત ધાલીવાલના 44 બોલમાં ત્રણ છગ્ગા અને છ ચોગ્ગા સાથે 61 તથા નિકોલસ કિર્ટોનના 31 બોલમાં 41 રન મુખ્ય હતા, તો વિકેટ કીપન શ્રેયસ મોવાએ 16 બોલમાં અણનમ 32 કર્યા હતા. અમેરિકા તરફથી અલી ખાન, હરમિત સિંઘ અને કોરી એન્ડરસને એક-એક વિકેટ લીધી હતી.
તો અમેરિકાએ 17.4 ઓવર્સમાં ફક્ત ત્રણ વિકેટ ગુમાવી 197 રન કરી વિજયી આરંભ કર્યો હતો. એરોન જોન્સે ફક્ત 40 બોલમાં 10 છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે અણનમ 94 રન કર્યા હતા, જ્યારે એન્ડ્રીઅસ ગૌસે 46 બોલમાં 65 રન કર્યા હતા. આ બન્નેએ ત્રીજી વિકેટની ભાગીદારી

LEAVE A REPLY