કોરોના વાઈરસે વિશ્વના 194 દેશને પોતાના ભરડામાં લઈ લીધા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસના 4 લાખ 23 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 18 હજાર 900 લોકોએ જીવ ગુમાવ્યો છે. વાઈરસ સંક્રમિત એક લાખ નવ હજાર લોકો સારવાર બાદ સારા થઈ ગયા છે. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં 6820 લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે ચીનમાં 3281 લોકોએ જીવ ગુમાવ્યા છે.
WHOએ ચેતવણી આપતા ક્હ્યું છે કે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા એક હજાર થઈ ગઈ છે અને સાત લોકોના મોત થયા છે.WHO એ ક્હ્યું કે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે. WHOના પ્રવક્તા માર્ગેટ હૈરિસે મંગળવારે કહ્યું હતું કે અમેરિકામાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબજ ઝડપી ગતિએ વધુ રહ્યું છે.
દેશમાં પ્રથમ કેસ 21 જાન્યુઆરીએ સામે આવ્યો હતો અને અત્યાર સુધીમાં 782 લોકોના મોત થયા છે અને કુલ 54867 કેસ પોઝિટિવ છે. સીએનએનના રિપોર્ટ મુજબ 4 માર્ચથી સંક્રમણના કેસ 23% ના દરે વધ્યા છે. 18થી 19 માર્ચ સુધી અમેરિકામાં સંક્રમણના કેસમાં એક દિવસમાં 51 ટકાની વૃદ્ધી થઈ છે.
પ્રશાંત મહાસાગરમાં તૈનાત અમેરિકાના યુદ્ધ જહાજમાં ત્રણ સૈનિકોનો રિપોર્ટ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે. આમની સાથે રહેલા એક સૈનિકને આઈસોલેશનમાં રખાયો છે. આ જહાજ ઉપર 5000 નાવીકોનું દળ છે. કોરોના વાઈરસથી અમેરિકાને ભારે નુકસાન થયું છે. તેને પહોંચી વળવા માટે અમેરિકન સેનેટે બે ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ પાસ કર્યું છે.