ચીનમાંથી પેદા થયેલા ઘાતક કોરોના વાયરસે દુનિયાભરના દેશોને ઝપેટમાં લીધા છે, આ પૈકી સૌથી પ્રભાવિત અને સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધારે 4591 મોત થઇ છે. આ પહેલા અમેરિકામાં બુધવારે 2494 કોરોનાગ્રસ્ત દર્દીઓ એક જ દિવસમાં દમ તોડ્યો હતો.
અમેરિકામાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 6.72 લાખથી પણ વધુ છે. જે દુનિયાના કુલ કોરોનાગ્રસ્ત કેસોનો ત્રીજો ભાગ છે. અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા વધીને 33325ને પાર થઇ છે. જે ગ્લોબલ ડેથ ફિગર147000માં કોઇ પણ દેશનો સૌથી મોટો આકંડો છે.
અમેરિકામાં એક દિવસમાં કોરોના વાયરસથી સૌથી વધારે મોત ઠીક એ જ દિવસે નોંધાઇ છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં લોકડાઉન, પ્રતિબંધો ખોલવા માટે ગાઇડલાઇન જારી કરતા રાજ્યોના ગર્વનરોને નિર્ણય લેવાનો અધિકાર આપ્યો હતો.
ભારતમાં 13800થી વધારે કેસો થાય છે જેમાંથી 450થી વધુના મોત થયા છે. ગ્લોબલ ફિગરની વાત કરીએ તો અમેરિકા સિવાય સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ઇટાલીમાં 22710 મોત, સ્પેનમાં 19315 મોત, ફ્રાન્સમાં 17920 મોત અને બ્રિટનમાં 14576 લોકોની મોત થઇ છે.