કોરોના વાયરસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં અમેરિકામાં કોરોનાની અસર સૌથી વધારે જોવા મળી રહી છે. અહીં રવિવારે વધુ 84,033 નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિતોની કુલ સંખ્યા 38,98,550 પર પહોંચી ગઈ છે, જ્યારે અહીં 1,43,29 લોકોના મોત થઈ ગયા છે.રાહતની વાત કરીએ તો અમેરિકામાં અત્યાર સુધીમાં 18,02,338 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.
અમેરિકામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 19,52,923 થઈ ગઈ છે, જ્યારે કોરોના ક્રિટિકલ કેસની સંખ્યા 16,552 છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 48,341,735 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.અમેરિકાની 33 કરોડની વસ્તીમાં જૂન મહિનાના અંત સુધીમાં કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. એક રિપોર્ટ મુજબ અઠવાડિયામાં કોરોના વાયરસના કારણે 5,000 લોકોના મોત થઈ રહ્યા છે. એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જો અમેરિકામાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવામાં નહીં આવે તો દરરોજ કોરોના વાયરસના કારણે 1 લાખ દર્દીઓ સામે આવી શકે છે.
કોરોના વાયરસના કારણે અંતિમ વિદાય ના આપી શકવાના કારણે લોકોની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે, પરંતુ અમેરિકાના નાગરિકો આ કારણે શબોને દફનાવવાના બદલે અગ્ની સંસ્કાર કરી રહ્યા છે. તેમની એવી કોશિશ છે કે પરિવારજનોને રાખ મોકલવામાં આવે કે જેથી તેઓ તેમને યાદ કરી શકે. કેટલાક લોકોને ઉદ્દેશ્ય એ પણ છે કે પછી સંપૂર્ણ રીતે તેમનો અંતિમ સંસ્કાર કરી શકાય.
અગ્નિદાહમાં મૃતદેહ ઊંચા તાપમાને બળે છે જે બાદ રખ્યા તેમના પરિવારજનોને સોંપવામાં આવે છે. મૃતકના શરીરને દાટતા પહેલા તેના પર લેપ લગાવવાની જરુર હોય છે. WHO દ્વારા તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે મૃતક વ્યક્તિના શરીર પર PPE કીટ પહેરીને પણ લેપ લગાવવાની કોશિશ ના કરવી જોઈએ. તેના કારણે પરિવારની અન્ય વ્યક્તિ પર જોખમ રહેલું હોય છે.