વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.56 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.87 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.27 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 13.86 લાખ કેસ નોંધાય છે. જ્યારે 81 હજાર 795 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 96.20 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે 2.62 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના ઉપપ્રેસિડેન્ટ માઈક પેન્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને અદ્રશ્ય દુશ્મન ગણાવ્યો છે.
તેઓએ કહ્યું કે આ સપ્તાહમાં દેશમાં એક કરોડ લોકોએ ટેસ્ટ કરાવ્યો છે. આ સંખ્યા કોઈ પણ દેશથી બે ગણી છે. ટ્રમ્પે કહ્યું કે અમે દ. કોરિયા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, સ્વીડન, ફિનલેન્ડ અને ઘણા દેશોની તુલનામાં પ્રતિ વ્યક્તિ વધારે લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે. જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં એક દિવસમાં મરનાર લોકોની સંખ્યા સતત બીજા દિવસે 900થી ઓછી રહી છે.
ટ્રમ્પે કહ્યું કે ચીન ટ્રેડ ડીલ ઉપર ચર્ચા કરવા ઈચ્છે છે, પરંતુ તેઓેને ચર્ચા કરવાની ઈચ્છા નથી. તેમણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે ચીન ટ્રેડ ડીલ ઉપર સમજૂતી અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે, કારણ કે તેઓ માટે સારી ડીલ બની શકે. પરંતુ હું ઈચ્છુંક નથી. ટ્રમ્પે આ પહેલા ચીનને ધમકી આપતા કહ્યું હતુંકે જો અગાઉ નક્કી થયા મુબજ ચીન 250 બિલિયન ડોલરની અમેરિકાની વસ્તુઓ નહીં ખરીદે તો તેઓ આ ડીલ રદ્દ કરી દેશે.