વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 1 કરોડ 8 લાખ 11 હજાર કેસ નોંધાયા છે. જેમા 5.19 લાખ લોકોના મોત થયા છે. 60.34 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 27.80 લાખ કેસ નોંધાયા છે. 1 લાખ 30 હજાર 798 લોકોના મોત થયા છે. 11.65 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 48 હજાર કેસ નોંધાયા છે.
બ્રાઝીલમાં 14.53 લાખ કેસ નોંધાયા છે અને 60 હજાર 713 લોકોના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે માસ્ક પહેરાવું સારું છે, જરુરીયાત પડશે તો ચોક્કસ પહેરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે સ્થિતિ એવી હશે તો માસ્ક પહેરવામાં કોઈ પરેશાની નથી. હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ મંગળવારે કહ્યું હતું કે નિયમોનું કડકાઈથી પાલન ન કર્યું તો અમેરિકામાં દરરોજ એક લાખ કેસ નોંધાશે.
બ્રાઝીલમાં 24 કલાકમાં 46 હજાર 712 કેસ નોંધાયા છે અને 1038 લોકોના મોત થયા છે. આ સાથે અહીં 14.53 લાખ કેસ નોંધાયા છે અને 60 હજાર 713 લોકોના મોત થયા છે. મેક્સિકોમાં 24 કલાકમાં 5681 કેસ નોંધાયા છે અને 741 લોકોના મોત થયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા ઈરાનથી વધારે નોંધાઈ છે. સૌથી વધારે સંક્રમિત 10 દેશમાં તેનો સમાવેશ થયો છે. અહીં કુલ 2.31 લાખ કેસ નોંધાયા છે અને 28 હજાર 510 લોકોના મોત થયા છે.
ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી ડેવિડ ક્લાર્કે કોરોના વાઈરસને લઈને સરકારની પ્રતિક્રિયા અને લોકડાઉન નિયમોના ઉલ્લંઘન કરવાની ટિક્કા પછી રાજીનામુ આપી દીધું છે. તેઓ લોકડાઉન દરમિયાન પરીવાર સાથે બીચ ઉપર ગયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 1528 કેસ નોંધાયા છે અને 22 લોકોના મોત થયા છે.