કોરોના લોકડાઉનને પગલે અમેરિકન એરલાઇન્સને ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં 2.24 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરની આવકમાં 19 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ગયા વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં વિમાન યાત્રામાં 95 ટકાનો ઘટાડો થયો છે.કોરોના લોકડાઉનને પગલે અમેરિકન એરલાઇન્સને ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં 2.24 અબજ ડોલરનું નુકસાન થયું છે.
ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરની આવકમાં 19 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ગયા વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં વિમાન યાત્રામાં 95 ટકાનો ઘટાડો થયો છે. એરલાઇન્સના ચેરમેન અને સીઇઓ ડોગ પારકરે વધુમાં જણાવ્યું છે કે આ અગાઉ ક્યારેય પણ અમારી એરલાઇન્સે આવા પડકારજનક સમયનો સામનો કર્યો નથી. એરલાઇન્સે ગયા વર્ષના સમાન કવાર્ટરમાં 18.5 કરોડ ડોલરનો નફો કર્યો હતો.
પાર્કરે વધુમાં જણાવ્યું છે કે અમારી પાસે પૂરતા પ્રમાણમાં તરલતા હોવાથી અને 5.8 અબજ ડોલરની સરકારી સહાયની મદદથી અમે સપ્ટેમ્બર સુધીમાં અમે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી જઇશું. એરલાઇન્સના જણાવ્યા અનુસાર માર્ચના અંત સુધીમાં અમારી પાસે 6.8 અબજ ડોલર રોકડ છે જેમાં બે અબજ ડોલર પ્રથમ કવાર્ટરમાં એકત્ર કરવામાં આવ્યા છે.