મ્પ એડમિનિસ્ટ્રેશને અમેરિકાના રાજ્યોને કોવિડ-19 માટેની સંભવિત રસીના વિતરણ માટે 1 નવેમ્બરે સજ્જ રહેવા તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં 3 નવેમ્બરે પ્રેસિડેન્ટપદની ચૂંટણી યોજાવાની છે.
ડલ્લાસ સ્થિત હોલસેલર મેકકેસન કોર્પોરેશન દ્વારા ફેડરલ ગવર્નમેન્ટ સાથે કરાર કરવામાં આવ્યા છે અને રસી ઉપલબ્ધ થાય ત્યારે તેના વિતરણ કેન્દ્રો ઊભા કરવા માટે મંજૂરી આપવા વિનંતી કરી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના ડાયરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે 27 ઓગસ્ટના તેમના પત્રમાં રાજ્યોને જણાવ્યું હતું કે, મેકકેસન કોર્પોરેશન અને તેમની સહાયક કંપનીઝ વિતરણ કેન્દ્રો ખોલવા માટે મંજૂરી માગી રહી છે. આ ઉપરાંત એવા મુદ્દા પર પણ ધ્યાન આપવું જરૂરી છે જ્યાં કેન્દ્ર ખોલવામાં વધુ સમય થશે.
સીડીસીનો અનુરોધ છે કે, વિતરણ કેન્દ્રોના નિર્માણની અરજી પર તાત્કાલિક કામ શરૂ કરવું જોઇએ અને સાથે જ જરૂરી હોય તેવી બાબતોથી મુક્તિ આપવી, જે 1 નવેમ્બરથી શરૂ થનારા કેન્દ્રોમાં અવરોધરૂપ બની શકે છે. અમેરિકામાં કોવિડ-19 માટેની રસી ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. ફૂડ એન્ડ ડ્રગ એડિમિનિસ્ટ્રેશન કમિશનર સ્ટીફન હેને જણાવ્યું હતું કે, તેઓ ત્રીજો તબક્કો પૂર્ણ થતાં પહેલા રસીના વિતરણની યોજના બનાવી લેશે. એફડીએ વેક્સિન એડવાઇઝરી કમિટી કોવિડ-19ની રસીની અધિકૃતતા માટે ચર્ચા કરવા 22 ઓક્ટોબરના રોજ મીટિંગ કરશે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે, એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવવામાં આવી રહેલી રસી પરીક્ષણના ત્રીજા અને અંતિમ તબક્કામાં છે અને તેની મંજૂરી માટે અંતિમ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્રીજા તબક્કાના પરીક્ષણને ઓપરેશન વીવીપી સ્પીડના ભાગ તરીકે અમલમાં મૂકવામાં આવી રહી છે, જે એક મલ્ટી એજન્સી છે, તે કોવિડ-19 રસીના ઉત્પાદનમાં ઝડપ લાવે છે.