અમેરિકામાં કેલિફોર્નિયા યુનિવર્સિટીએ એક ઓનલાઇન અરજી ફગાવી દેતાં મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવવાનો ઇન્કાર કર્યો છે. આ પ્રતિમા બ્લેક લાઇવ્ઝ મેટર આંદોલનની એકતા માટે હટાવવા માટે અરજીમાં માગણી કરવામાં આવી હતી કે. ફ્રેસ્નોમાં એક ભારતીય મૂળના એક વિદ્યાર્થીએ 25 મે ના રોજ મિનીયાપોલીસમાં આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોઇડના વિવાદસ્પદ મૃત્યુ પછી એક ઓનલાઇન અરજી કરી હતી.
આ મૃત્યુ પછી રાષ્ટ્રવ્યાપી હિંસા ફાટી નિકળી હતી, જેના પરિણામે વોશિંગ્ટન ડીસીમાં મહાત્મા ગાંધી સહિત રાષ્ટ્રીય સ્મારકો અને અનેક મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ જોસેફ કાસ્ટ્રોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ, સીઝર શાવેજ અને જેન એડમ્સની પ્રતિમાઓ ફ્રેસ્નો પીસ ગાર્ડનમાં અધિકૃત છે. આ પ્રતિમા તેમની શાંતિપૂર્ણ રીતે અને રચનાત્મક સક્રિયતાની લાગણીને કારણે સ્થાપવામાં આવી છે.
તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એક ઉત્કૃષ્ટ ગુણ છે, જેનાથી ગાર્ડન યાદગાર છે અને એ જરૂરી નથી કે તેમના જીવનની દરેક બાબતોનું સન્માન કરીએ. કાસ્ટ્રોએ અરજીના જવાબમાં જણાવ્યું હતું કે, આ રીતે, અમને લાગે છે કે ફ્રેસ્નો સ્ટેટ પીસ ગાર્ડનમાં જે લોકોની પ્રતિમા છે તેમની ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે અને વિશ્વને એક યોગ્ય સ્થળ બનાવવા માટે સાહસ, સામાજિક ન્યાય અને અથાગ પ્રયાસોને વધારવા માટે તેમનું માર્ગદર્શન આપણને મળતું રહેવું જોઇએ. યુનિવર્સિટીના વિદ્યાર્થી અખનૂર સિધુએ ઓનલાઇન અરજી કરી હતી.