અમેરિકા અને યુકેના નૌકાદળોએ શુક્રવારે વહેલી સવારે લાલ સમુદ્રમાં સમગ્ર યમનમાં હુતી વિદ્રોહીના ઠેકાણા પર હુમલાા કર્યા હતા. યુદ્ધજહાજમાંથી ટોમાહોક ક્રુઝ મિસાઇલો અને ફાઇટર જેટથી રાજધાની સના અને હુતીના લાલ સમુદ્ર બંદરના ગઢ ગણાતા સહિત 12થી વધુ સ્થળો પર હુમલા કરવામાં આવ્યાં હતા, એમ અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું.
લાલ સમુદ્રમાં વ્યાપારી જહાજો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા વારંવારના હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. હમાસને સમર્થન આપનારા હુતી બળવાખોરો ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજોને બનાવે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે વહેલી સવારે યમનમાં હુતીના લોજિસ્ટિકલ હબ, એર ડિફેન્સ સિસ્ટમ્સ અને આર્મ્સ ડેપો ટાર્ગેટ કરાયા હતા.
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે યુએસ અને યુકે સૈન્યએ ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા અને નેધરલેન્ડના સમર્થનથી હુતી ટાર્ગેટ પર સફળતાપૂર્વક હુમલા કર્યા હતા. આ ટાર્ગેટેડ હુમલાનો સ્પષ્ટ સંદેશ છે કે અમેરિકા અને તેના ભાગીદાર દેશો હુમલાઓને સહન કરશે નહીં. 2016 પછી યમનમાં હુતીઓ વિરુદ્ધ અમેરિકાનો આ પહેલો હુમલો હતો.