ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હોવાથી અમેરિકા, બ્રિટન અને કેનેડાએ તેના નાગરિકો અને રાજદ્વારી સ્ટાફ માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. યુએસ એમ્બેસીએ પાકિસ્તાનમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એલર્ટ જાહેર કર્યું હતું. યુકે ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ)એ તેમના નાગરિકોને તમામ રાજકીય પ્રદર્શનો, લોકોની મોટી ભીડ અને જાહેર કાર્યક્રમોથી દૂર રહેવા અને જરૂરીયાત મુજબ યોજનાઓ બદલવા માટે તૈયાર રહેવાની સલાહ આપી હતી. દરમિયાન, કેનેડાની સરકારે તેના નાગરિકો અને રાજદ્વારી કર્મચારીઓને પાકિસ્તાનમાં ઉચ્ચ ડિગ્રી સાવચેતી રાખવા જણાવ્યું હતું