ત્રાસવાદી હુમલાની શક્યતાને પગલે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયાએ તેના નાગરિકોને પાકિસ્તાનનો પ્રવાસ ન કરવાની એડવાઈઝરી જારી કરી છે. આ દેશોએ પોતાના નાગરિકોને સાવચેતી રહેવાની તાકીદ કરી છે. પાકિસ્તાનમાં સાઉદી અરેબિયાના દૂતાવાસે સોમવારે પોતાના નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.
સાઉદી આરબે તેના નાગરિકોને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ અને મેરિયટ હોટલથી દૂર રહેવા ચેતવણી આપી હતી.. યુએસ એમ્બેસીએ ખુલાસો કર્યો હતો કે હોટલને સંભવિત આતંકવાદી હુમલાનું જોખમ હોઈ શકે છે અને અમેરિકનોને દૂર રહેવાની સલાહ આપી હતી. સાઉદી અરેબિયાએ આ નિર્ણય ઈસ્લામાબાદમાં સત્તાવાળાઓએ સુરક્ષા એલર્ટ જાહેર કર્યા બાદ લીધો હતો.
પાકિસ્તાનમાં યુએસ એમ્બેસીએ તેના નાગરિકો અને સ્ટાફ માટે એલર્ટ જાહેર કર્યું હતું. જે મુજબ તેને ઈસ્લામાબાદની હોટેલ મેરિયટમાં ન જવાની સલાહ આપવામાં આવી હતી. એમ્બેસીએ જારી કરેલી એડવાઈઝરીમાં અમેરિકને પોતાના નાગરિકોને રજાઓ દરમિયાન કોઈપણ હોટેલમાં ન જવાની સૂચના આપી હતી. તેમજ બને તેટલી વહેલી તકે હોટેલ મેરિયોટ ખાલી કરવા જણાવ્યું હતું.