અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન બ્રિટન, બ્રાઝિલ, આયર્લેન્ડ અને યુરોપના મોટાભાગના દેશોમાં રહેલા મોટા ભાગના નોન યુએસ સિનિઝન માટે કોવિડ-19 ટ્રાવેલ પ્રતિબંધનો ફરી અમલ કરશે, એમ વ્હાઇસ હાઉસને અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
અમેરિકાના મીડિયાના અહેવાલને પુષ્ટિ આપતા અધિકારીએ જણાવ્યું હતું બાઇડન સોમવારે સાઉથ આફ્રિકામાં રહેલા ટ્રાવેલર્સ પરના પ્રતિબંધને પણ સોમવારે લંબાવશે. નવા પ્રેસિડન્ટે ગયા સપ્તાહે માસ્ક પહેરાવના નિયમો આકરા બનાવ્યા હતા અને અમેરિકામાં આવતા લોકો માટે ક્વોરેન્ટાઇનના નિયમો બનાવ્યા હતા.
બાઇડનને જણાવ્યું છે કે કોવિડ-19નો મૃત્યુઆંક 4,20,000થી વધીને આગામી મહિને અડધો મિલિયન થવાની શક્યતા છે અને આકરા પગલાંની જરૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા છોડતા પહેલા યુરોપ અને બ્રાઝિલથી આવતા ટ્રાવેલર્સ પરના કોરોના પ્રતિબંધ ઉઠાવી લેવાની જાહેરાત કરી હતી.