અમેરિકાના પૂર્વના રાજ્યોમાં તાજેતરના વર્ષો સૌથી આકરા શિયાળામાં વાવાઝોડાની તીવ્રતા સાથે ‘સ્નો બોમ્બ’ (ભારે બરફવર્ષા) ની વ્યાપક અસર હેઠળ ઘણા રાજ્યોમાં કટોકટી લદાઇ છે. ન્યૂ યોર્ક અને બોસ્ટન જેવા શહેરોમાં તથા સાગરકાંઠાના વિસ્તારોમાં એક ફૂટથી વધારે બરફ પડતાં 1.17 લાખ ઘરોમાં અંધારપટ છવાયો હતો અને લગભગ 70 મિલિયન જેટલી વસતિના જનજીવનને માઠી અસર થઇ હતી. મેનહટનની ઉત્તરે લગભગ 10 ઇંચ (25 સે.મી.) બરફ પડતા રેલવે ટ્રેક ઉપર બરફ હટાવવા સ્થાનિક ટ્રેન સેવા અંશતઃ બંધ કરાઇ હતી. શનિવારે અને રવિવારે હજ્જારો ફલાઈટ રદ કરવી પડી હતી.
ન્યૂયોર્ક શહેરમાં સોલ્ટ મશીનો અને બરફ હટાવાની મશીનરી કામે લાગી હતી. શહેરીજનોની ઊંઘ ઉડી ત્યારે ચાર ઇંચ જેટલો બરફ પડી ચૂકતાં શહેરીજનોને ઘરમાં જ રહેવા મેયર આદમ્સે સલાહ આપી હતી. લોંગ આઇલેન્ડમાં એક મહિલા તેની કારમાં મૃત હાલતમાં મળી આપી હતી.
ન્યૂ યોર્ક ન્યૂ જર્સીમાં કટોકટીની જાહેર સાથે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા જણાવાયું હતું. જરૂરી પ્રવાસ માટે લોકોને આઇસ સ્ક્રેપરો, ધાબળા, પાણી તથા જે તે વાહનમાં ગેસ ટેન્ક ભરેલી રાખવાની સલાહ અપાઇ હતી. અમેરિકામાં ત્રણ દિવસમાં 5800 જેટલી ફ્લાઇટો રદ થઇ હતી.
બોસ્ટનમાં કટોકટી જાહેર કરતા મેયર મિશેલ વુએ જણાવ્યું હતું ઐતિહાસિક વાવાઝોડાથી પરિસ્થિતિ વરવી બની છે. મેસાચ્યુસેટ્સના રહીશોએ ગ્રોસરી તથા બરફ ઓગાળવાની ગોળીઓ અને અન્ય
સામગ્રી ખરીદવા દોડધામ મચાવી હતી. હવામાન સેવાએ દર કલાકે 128થી 193 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી હતી.
અમેરિકામાં આંતરિક વ્યવહારની તથા બહાર જતી 3500 ફ્લાઇટો શનિવારે, રવિવારે 885 તથા શુક્રવારે 1450થી વધારે ફ્લાઇટો રદ કરાઇ હતી.