સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે અમેરિકાના બે એડવાન્સ યુ 2 જાસૂસી વિમાનો થોડા દિવસો પહેલા ચીનની સીમામાં ઘુસ્યા હતા, માત્ર આટલું જ નહીં પણ ચીનની મિલિટ્રી ડ્રિલને તેમણે પોતાના કેમેરામાં કેદ પણ કરી છે. અમેરિકાના અત્યાધુનિક હથિયારોથી સજ્જ આ વિમાનોનો જોવા સિવાય ચીન કશું ના કરી શક્યું.
દુનિયાને આ વાતની ખબર ના પડી. આ વાત ત્યારે સામે આવી જ્યારે ચીને આ અંગે નિવેદન જાહેર કર્યું.ચીનના રક્ષા મંત્રાલયે નિવેદન જાહેર કરીને અમેરિકાના આ પગલાની નિંદા કરી છે. ચીનના રક્ષા મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દેશના ઉત્તર ભાગમાં સૈન્ય અભ્યાસ દરમિયાન નો ફ્લાઇંગ ઝોનમાં અમેરિકી વાયુસેનાના યુ-2 વિમાનોની ઘુસણખોરી ખુલ્લેઆમ ઉશ્કેરણીજનક પગલું છે.
આ સંપૂર્ણ રીતે ઉશ્કેરણી માટે ભરાયેલું પગલું છે. અમે આ વાતનો વિરોધ કરીએ છીએ, અમેરિકાએ આવા પગલાને રોકવા જોઇએ. આ ઘટના ત્યારે બની જ્યારે ચીનની ઉત્તરી થિએટર સેના યુદ્ધાભ્યાસ કરી રહી હતી. પહેલાથી જ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે આ ઘટનાના પગલે તણાવમાં વધારો થયો છે.
ચીને આ ઘટનાનો સમય આને તારીખ જણાવ્યા નથી. આ પહેલા પણ ગયા મહહિને અમેરિકાના બે વિમાનોએ ચીનના શાંઘાઇથી માત્ર 75 કિમી દૂર લાંબા સમય સુધી ઉડાન ભરી હતી. આ સિવાય અમેરિકાએ હાલમાં જ ચીની સમુદ્રમાં યુદ્ધાભ્યાસ પણ કર્યો છે.