અમેરિકાના શીખ સમુદાયે ત્રણ કૃષિ કાયદા રદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે મોદીના વડપણ હેઠળ ખેડૂતો સંબંધિત મુદ્દાનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો છે.
બુધવારે વર્જિનિયા સબર્બમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શીખ ઓફ અમેરિકાના જસ્સી સિંહે જણાવ્યું હતું કે અમેરિકાનો શીખ સમુદાય કૃષિ કાયદાને રદ કરવાના વડાપ્રધાન મોદીના નિર્ણયની પ્રસંસા કરે છે. વડાપ્રધાને ભારતમાં શીખ સમુદાય અને ખેડૂતોના હિતનું હંમેશા રક્ષણ કર્યું છે.
સંસદે 19 નવેમ્બરે ત્રણ વિવાદાસ્પદ કાયદા રદ કરવા કૃષિ કાયદા નાબૂદી ખરડા, 2021ને મંજૂરી આપી હતી. સરકારે આ નવા કૃષિ કાયદા ગયા સપ્ટેમ્બરમાં અમલી બનાવ્યા હતા અને તેનાથી દિલ્હીની બોર્ડર પર ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના ખેડૂતોએ આશરે એક વર્ષ સુધી આંદોલન કર્યું હતું. મોદીએ આ કાયદાને રદ કર્યા બાદ ખેડૂતોએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું.